શું ખરેખર સલમાન ખાને કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે પેચ અપ કરાવ્યું.?

Published: Dec 24, 2019, 18:49 IST | Mumbai

સોહેલ ખાનની આ જન્મદિવસની પાર્ટીમાં આ બંને સાથે જોવા મળ્યાં હતાં. આટલું જ નહીં સુનીલ તથા કપિલે સલમાન ખાન સાથે ફોટો પણ પડાવ્યો હતો.

કપિલ શર્મા, સલમાન ખાન અને સુનિલ ગ્રોવર
કપિલ શર્મા, સલમાન ખાન અને સુનિલ ગ્રોવર

બોલીવુડમાં એવું ઘણીવાર બન્યું છે કે જ્યારે કોઇ એકબીજાથી નારાજ થઇ જાય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં બોલીવુડ દબંગ ખાન સલમાન ખાન તેમનું સમાધાન કરાવે છે. ત્યારે અહીં કોમેડી કલાકાર કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે હજુ સુધી બોલવાના પણ સબંધ નથી. ત્યારે સલમાન ખાન બંને વચ્ચે ફરી મિત્રતા કરવા માટે પુરતા પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ સોહેલ ખાને પોતાના જન્મ દિવસની પાર્ટી રાખી હતી. જેમાં બોલીવુડના જાણીતા લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. જેમાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરને પણ આમંત્રણ આપ્યું હતું અને બંને પાર્ટીમાં હાજર પણ રહ્યા હતા. સોહેલ ખાનની આ જન્મદિવસની પાર્ટીમાં આ બંને સાથે જોવા મળ્યાં હતાં. આટલું જ નહીં સુનીલ તથા કપિલે સલમાન ખાન સાથે ફોટો પણ પડાવ્યો હતો.

કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામમાં આ તસવીર શૅર કરી
કપિલ શર્માએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી.


પાર્ટીમાં બોલીવુડના આ જાણીતા સ્ટાર્સ જોવા મળ્યાં
સોહેલ ખાનની બર્થડે પાર્ટીમાં ખાન પરિવાર ઉપરાંત નેહા ધુપિયા, અંગદ બેદી, હિમેશ રેશમિયા, રિતેશ-જેનેલિયા, સની લિયોની સહિતના બોલીવુડના સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

સુનીલ ગ્રોવર હાલમાં ગુત્થી તરીકે જોવા મળ્યો હતો
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 13’માં સુનીલ ગ્રોવર ગુત્થી, તરીકે જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુનીલ ગ્રોવર ધ કપિલ શર્મા શોમાં ગુત્થી બનીને લોકોને હસાવતો હતો.

આ પણ જુઓ : Photos: આ છે એવી ફિલ્મો જેણે સલમાનને બનાવ્યો સુપરસ્ટાર

સુનીલ-કપિલ વચ્ચે બોલવાના સંબંધો નથી
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે ફ્લાઈટમાં દારૂના નશામાં કપિલ શર્માએ સુનીલ ગ્રોવર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કપિલે માફી પણ માગી હતી પરંતુ સુનીલે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો. નવજોત સિદ્ધુ તથા કપિલની માતાએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યાં હતાં. કપિલે પોતાના લગ્નમાં સુનીલને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ સુનીલ લગ્નમાં હાજર રહ્યો નહોતો. થોડાં સમય પહેલાં જ્યારે સુનીલને પૂછવામાં આવ્યું કે તે કપિલ શર્માનો શો જુએ છે? તો તેણે જવાબ આપ્યો હતો કે તે જે શોમાં કામ ના કરતો હોય તે શો ક્યારેય જોતો નથી. અન્ય કોમેડી શોમાં કામ કરવાને લઈ સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે તેને કોમેડી ઘણી જ પસંદ છે પરંતુ હાલમાં કોમેડીમાં કંઈ નવું કરવામાં આવતું નથી. જૂના લોકોને જ બતાવવામાં આવે છે. કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK