સુનીલ ગ્રોવર સાથે થયેલ ઝઘડા પર કપિલ શર્માએ આપ્યું નિવેદન

Published: Apr 03, 2019, 15:54 IST

કપિલે કહ્યું કે, "હું ખૂબ દારૂ પીવા લાગ્યો હતો. જ્યારે તમે પોતાના સેન્સમાં ન હોવ ત્યારે ખોટું કરતાં હોવ છે."

કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર
કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવર

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈના અધ્યાયને ફરી એકવાર હવા મળી રહી છે. આ બાબતે કપિલ શર્માએ પહેલી વાર કોઈ શૉમાં ખુલ્લા મને વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાથી ઈન્ડિયા પાછા ફરતી વખતે કપિલ અને સુનીલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો જેના પછી સુનીલ અને કપિલ વચ્ચે અંતર વધી ગયું હતું. કપિલે અરબાઝ ખાનના શો પર પોતાની વાત મૂકી હતી. કપિલ અરબાઝ ખાનના શો પિન્ચનો ભાગ બન્યો તે દરમિયાન તેણે ફ્લાઇટમાં થયેલ ઝઘડાવાળી વાત પર ચર્ચા કરી. તેણે કહ્યું કે, લોકોનું કહેવું છે કે કપિલે ચંપલ મારી, તો કો'કનું કહેવું છે કે ટીમે કપિલ વિના જમી લીધું તેનો ગુસ્સો હતો. પણ કપિલનું કહેવું છે કે આ બધી વાતો બનાવટી છે. સુનીલ ગ્રોવર કે કપિલ શર્મા બન્નેમાંથી કોઈએ પણ આવું કંઈ જ કહ્યું નથી. આ બધી પ્રતિક્રિયાઓ અન્ય જ કોઈક આપી રહ્યું છે. કપિલનું કહેવું છે કે, "મારા વિશે લખો છો તો એકવાર મારી સાથે વાત કરો."

Kapil Sharma on Arbaaz Khan's Show

કપિલે કહ્યું કે મે તેને છ થી સાત વાર જવાબ આપ્યો હતો. પરંતુ તેણે કહ્યું કે મે તેને નથી બોલાવ્યો. પરંતુ હકીકત એ છે કે મે તેને ઘણીવાર બોલાવ્યો હતો. પછી મને લાગ્યું કે આ માણસ મારી સાથે આવવા નથી માંગતો." કપિલનું કહેવું છે કે "મને સુનીલ ગમે છે. મને લાગે છે કે ગુસ્સો હોય તો પર્સનલી કરો. ફોન ઉપાડો. જરૂરી નથી કે ટ્વિટર પર બધાની વચ્ચે કહેવું. આજકાલ તો જન્મદિવસની શુભેચ્છાઓ પણ ટ્વીટ કરીને અપાય છે." કપિલે એ પણ કહ્યું કે "હું ખૂબ દારૂ પીવા લાગ્યો હતો. જ્યારે તમે પોતાના સેન્સમાં ન હોવ ત્યારે ખોટું કરતાં હોવ છે."

આ પણ વાંચો : દબંગ સલમાન ખાને કરી સાઇકલ પર સવારી

કપિલે કહ્યું કે તેના વિશે જે લખવામાં આવ્યું છે કે તે શૉ પર મોડો આવે છે તો હકીકત એ છે કે તેના શૉનું ફોર્મેટ જ એ છે કે તે શૉ પર મોડો આવી શકે છે. અને તેણે બીજી પણ ઘણી વાત કરી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK