કપિલ શર્માએ કહ્યું- સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે બોલું છું અપશબ્દો

મુંબઈ | Apr 02, 2019, 20:52 IST

કૉમેડી કિંગ કપિલ શર્માએ પોતાના વર્તન મામલે કહ્યું છે કે, હું સંત નથી. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે અપશબ્દો બોલું છું.

કપિલ શર્માએ કહ્યું- સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે બોલું છું અપશબ્દો
શું ખુલાસો કર્યો કપિલે?

અરબાઝ ખાનના ચેટ શો Quick Heal Punchમાં કપિલ શર્માએ હાજરી આપી. કપિલ ઘણા સમય પહેલા એક જર્નલિસ્ટને બોલેલા અપશબ્દો પર ખુલીને વાત કરી. કપિલ શર્માએ સ્વીકાર કર્યો કે જર્નલિસ્ટ સાથે વાતચીતમાં મે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે બરાબર નહોતું.

મહત્વનું છે કે કપિલ શર્માનો એક ઑડિયો વાયરલ થયો હતો, જેમાં એક વેબસાઈટના એડિટરને અપશબ્દો બોલતા સાંભળવામાં આવ્યા હતા. આ મામલો ખૂબ જ વિવાદમાં રહ્યો હતો અને કપિલને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ લખવામાં આવ્યું હતું.

અરબાઝ ખાને કપિલ શર્માને આ મામલામાં પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, "મે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય નથી. એ સમયે હું ભાનમાં નહોતો. એ સમયે એવો હતો જ્યારે હું ડિપ્રેશનમાંનો સામનો કરી રહ્યો હતો અને ખૂબ જ પીતો હતો. જ્યારે લોકો ભાનમાં ન હોય ત્યારે આવી હરકતો કરે છે. મે તેના પર ગુસ્સો કર્યો કારણ કે 6 મહીનામાં એ વસ્તુઓ પર તેમણે 160 આર્ટિકલ્સ લખ્યા જે સાચું નહોતું."

કપિલે કહ્યું કે, "મારા શોનું ફોર્મેટ જ એવું છે કે હું મોડો ન આવી શકું અને મને શૂટિંગથા 3-4 કલાક પહેલા પહોંચવું પડશે. હા, કેટલાક શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યા હતા, પણ મે ક્યારેય સેલિબ્રિટીઝની રાહ નથી જોઈ."

આ પણ વાંચોઃ કપિલ શર્મા બર્થડે સેલિબ્રેશનમાં ધમાલ, ભારતી-કીકૂનો અનોખો અંદાજ

કપિલે કહ્યું કે, "જ્યારે હું ગુસ્સામાં હોઉં છું ત્યારે અપશબ્દો બોલું છું. ભવિષ્યમાં પણ જો આ પ્રકારની વાત થશે તો હું અપશબ્દો બોલી શકું છું. હું સંત નથી." મહત્વનું છે કે અરબાઝ ખાનના ચેટ શોમાં એ વાત પર ફોકસ કરે છે કે એક્ટર્સ કેવી રીતે પોતાના સોશિયલ મીડિયા ઈંટરેક્શન અને ટ્રોલિંગને હેન્ડલ કરે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK