Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma ફરી બનશે પિતા, બીજી વાર પ્રેગ્નેન્ટ છે પત્ની ગિન્ની ચતરથ?

Kapil Sharma ફરી બનશે પિતા, બીજી વાર પ્રેગ્નેન્ટ છે પત્ની ગિન્ની ચતરથ?

20 November, 2020 11:43 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Kapil Sharma ફરી બનશે પિતા, બીજી વાર પ્રેગ્નેન્ટ છે પત્ની ગિન્ની ચતરથ?

તસવીર સૌજન્ય કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ


કૉમેડી કિંગ (Comedy King) કપિલ શર્મા (Kapil Sharma)ના ઘરે એક મોટી ખુશખબરી આવવાની છે. કપિલ શર્મા ફરી પિતા બનવાનો છે. ચર્ચાઓ પ્રમાણે કપિલની પત્ની ગિન્ની ચતરથ (Ginni Chatarath) ફરી પ્રેગ્નેન્ટ છે અને તે આવતા વર્ષે જાન્યુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે. હાલ કપિલની 11 મહિનાની એક દીકરી છે જેનું નામ છે અનાયરા શર્મા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, કપિલના એક સૂત્રએ આ વાત કન્ફર્મ કરી છે કે ગિન્ની ફરીથી મા બનવાની છે. જાન્યુઆરી 2021માં તેની ડિલીવરી થઈ શકે છે. તો આ ખાસ અવસરે કપિલની મમ્મી પણ મુંબઇ આવી ગઈ છે જેથી તે વહુનું સારી રીતે ધ્યાન રાખી શકે. હાલ ગિન્નીનું ત્રીજું ટ્રિમિસ્ટર ચાલી રહ્યું છે.



વીડિયોમાં દેખાયું બેબી બમ્પ
તાજેતરમાં જ કપિલની કૉ-સ્ટાર મિત્ર ભારતીએ કરવાચૌથના અવસરે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું. ભારતીના લાઇવના અંતમાં ગિન્નીની એક ઝલક દેખાઇ હતી જેમાં તેનો બેબી બમ્પ જોવા મળ્યો. ગિન્ની કેટલાક લોકો સાથે કરવાચૌથ ઉજવી રહી હતી. જો કે, આ ખુશખભરીને લઈને કપિલ તરફથી કોઇપણ ઑફિશિયલ નિવેદન આવ્યું નથી. હવે જોવાનું એ છે કે કપિલ આ ગુડ ન્યૂઝ ગિન્નીની ડિલીવરી પહેલા શૅર કરશે કે પછી.


 
 
 
View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)


શું ગિન્નીએ છુપાવ્યું હતું બેબી બમ્પ
કપિલે દિવાળીના અવસરે મમ્મી, અનાયરા અને ગિન્ની સાથેની કેટલીક તસવીરો શૅર કરી હતી. આમાંથી એક તસવીરમાં ગિન્ની ખુરશીની પાછળ ઉભેલી જોવા મળે છે. જ્યારે બાકી બધા આગળ છે. તો બીજી તસવીરમાં ગિન્નીની ફુલ તસવીર દેખાતી નથી. આ ફોટોઝ જોઇને હવે કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે શું ગિન્ની પોતાનું બેબી બમ્બ છુપાવી રહી હતી?

જણાવવાનું કે કપિલ અને ગિન્નીએ 12 ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. કૉમેડિયન આ 12 ડિસેમ્બરના પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવશે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 11:43 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK