Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્મા કેનેડામાં આ રીતે મનાવી રહ્યો છે બેબીમુન

કપિલ શર્મા કેનેડામાં આ રીતે મનાવી રહ્યો છે બેબીમુન

08 August, 2019 02:37 PM IST |

કપિલ શર્મા કેનેડામાં આ રીતે મનાવી રહ્યો છે બેબીમુન

કપિલ શર્મા પત્ની ગિની સાથે

કપિલ શર્મા પત્ની ગિની સાથે


ટેલીવિઝનના કોમેડી કિંગ એવા કપિલ શર્મા હાલ કેનેડામાં બેબીમૂન એન્જોય કરી રહ્યો છે. બેબીમૂન દરમિયાન કપિલ શર્મા ક્યારેક ગિટાર વગાડતા તો ક્યારેક તેની પત્ની ગિની સાથે રોમેન્ટિક વૉક લેતા જોવા મળી રહ્યો છે. પ્રેગ્નેન્ટ વાઈફ સાથે બેબીમૂન મનાવી રહેલા કપિલ શર્મા હાલ સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયોઝ સાથે છવાયેલો છે. કપિલ શર્મા તેની પત્ની ગિની સાથે કેનેડામાં છે અને વેકેશન એન્જોય કરી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

it’s not tuned but still love it’s tone ? #guitar #music #musiclovers #vancouver #britishcolumbia ❤️

A post shared by Kapil Sharma (@kapilsharma) onAug 6, 2019 at 4:28am PDT




કપિલ શર્મા કેનેડામાં રહીને પણ તેના ફેન્સ સાથે જોડાયેલો રહ્યો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર હમણા એક અલગ અંદાજમાં જોવા મળ્યો છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો હતો જેમાં કપિલ શર્મા પત્ની ગિનીને ખુશ કરવા માટે તાલ વગર જ ગિટાર વગાડી રહ્યો છે. વીડિયો અપલોડ કરતા કપિલ શર્માએ કેપ્શન આપ્યું હતું કે, ગિટાર સૂરમાં નથી પણ આ સૂર મને પસંદ છે.' આ સિવાય કપિલે તેની પત્ની સાથે એક રોમેન્ટીક ફોટો શૅર કર્યો છે જેમાં બન્ને વૉક લઈ રહ્યાં છે. આ ફોટો અપલોડ કરતા કપિલે લખ્યું હતું, 'તુમ ઔર મે ઈસ ખુબસૂરત દુનિયા મે'.

આ પણ વાંચો: નચ બલિયેની જોડીને દબંગ 3માં સ્પેશ્યલ સૉન્ગ આપશે સલમાન?


કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018ના લગ્ન કર્યા હતા પરંતુ વ્યસ્ત શેડ્યુલના કારણે તે હનીમૂન જઈ શક્યો નહી જો કે હવે સમય કાઢીને તે પત્ની ગિની સાથે કેનેડામાં બેબીમૂન મનાવી રહ્યો છે. કપિલ શર્મા કેનેડામાં હોઈને પણ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે મોમેન્ટ્સ શૅર કરતો રહે છે. ધ કપિલ શર્મા શૉ સિવાય કપિલ શર્મા 'ધ એન્ગ્રી બર્ડ'ના મુખ્ય કિરદારને પોતાનો અવાજ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 02:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK