કપિલ શર્મા બન્યો પિતા, પત્ની ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ

Published: Dec 10, 2019, 12:38 IST | Mumbai Desk

કપિલે મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે ટ્વીટ કરીને લખ્યું, "બેબી ગર્લનો જન્મ થયો છે. તમારા આશીર્વાદની જરૂર છે. જય માતા દી."

ધ કપિલ શર્મા શૉમા હોસ્ટ અને કૉમેડિયન કપિલ શર્મા પિતા બની ગયો છે. તેની બેટર હાફ ગિન્ની ચતરથે દીકરીને જન્મ આપ્યો છે. કપિલે ટ્વિટરની મદદથી પોતાના ચાહકોને આ ખુશખબર આપ્યા છે. સમાચાર મળતાની સાથે જ કપિલને વધામણીઓ મળવા લાગી.

કપિલે મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે ટ્વીટ કરીને લખ્યું, "બેબી ગર્લનો જન્મ થયો છે. તમારા આશીર્વાદની જરૂર છે. જય માતા દી." કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે હિંદુ રીતિ-રિવાજો સાથે 12 ડિસેમ્બરના જાલંધરમાં થઈ હતી. ત્યાર બાદ આનંદ કારજ સેરેમની થઈ હતી. કપિલ અને ગિન્ની કૉલેજના સમયથી જ એકબીજાને ઓળખતાં હતા. પારિવારિક પૃષ્ઠભૂ અલગ હોવાને કારણે બન્નેના સંબંધોને લઇને મુશ્કેલીઓ આવી હતી, પણ 2017માં કપિલના કપરા સમયમાં જ્યારે ગિન્નીએ કપિલનો સાથ આપ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ.

કપિલના પિતા બનવા પર સૌથી પહેલા ગુરુ રંધાવાએ વધામણી આપી. તેણે લખ્યું કે પાજી બધાઇ હો. હવે હું ઑફિશિયલી કાકા બની ગયો છું. કીકૂ શારદાએ વધામણી આપતાં લખ્યું કે ખૂબ જ ખુશ છું. બાળકનું સ્વાગત છે. એક્ટ્રેસ રકુલ પ્રીતે કપિલને વધામણી આપી. ભુવન બામે લખ્યું, "ભૈયા બધાઇ હો."

જણાવીએ કે થોડાંક દિવસ પહેલા કપિલે ડિલીવરી ડેટનો ખુલાસો ટ્વિટર દ્વારા કર્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝનો ફર્સ્ટ લૂક શૅર કરતાં કપિલે લખ્યું હતું કે તમારી ગુડ ન્યૂઝ પહેલાં જ મારી ગુડ ન્યૂઝ આવી જશે. જણાવીએ કે ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. અક્ષયે પણ કપિલને તેની ગુડ ન્યૂઝ માટે વધામણી આપી હતી.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

કપિલ હાલ ધ કપિલ શર્મા શૉ હોસ્ટ કરી રહ્યો છે. શૉને પણ લગભગ એક વર્ષ થઈ ગયો છે. કપિલે પોતાનું કરિઅર નાના પડદા પર સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે શરૂ કર્યું હતું, પણ પોતાના ટેલેન્ટની મદદથી આગળવધતો ગયો અને પોતાના શૉ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ લઇને આવ્યો. કપિલે કિસ કિસ કો પ્યાર કરૂં, ફિલ્મ સાથે બોલીવુડમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યો હતો. તેની બીજી ફિલ્મ ફિરંગી 2017માં આવી. હૉલીવુડ ફિલ્મ ધ એન્ગ્રી બર્ડ 2 માટે પણ કપિલે અવાજ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK