કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર એકસાથે દેખાયા સ્ટેજ પર, જુઓ વીડિયો

Published: Mar 13, 2020, 16:35 IST | Mumbai Desk

ટ્વીટ કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં બન્ને એકબીજા સાથે સહજ દેખાય છે પણ બન્નેને ફરી સાથે આવતા ઘણો સમય લાગી ગયો.

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર એક સાથે એક સ્ટેજ પર ડાન્સ કરતાં
કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર એક સાથે એક સ્ટેજ પર ડાન્સ કરતાં

ફિલ્મ અભિનેતા અને કૉમેડિયન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર એક લગ્નમાં એક સાથે દેખાયા. એક વીડિયોમાં બન્નેને જોઇ શકાય છે અને આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટ કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં બન્ને એકબીજા સાથે સહજ દેખાય છે પણ બન્નેને ફરી સાથે આવતા ઘણો સમય લાગી ગયો.

ટીવી હોસ્ટ કપિલ, સુનીલ અને ગાયક મીકા સિંહના એક સામાન્ય મિત્ર કપિલ કુમરિયાએ એક ટ્વીટ શૅર કરતાં લખ્યું, "આ એક વિશેષ સાંજ હતી. બધાંના પ્રેમ માટે આભાર. આખા કુમરિયા પરિવારને વધામણી." વીડિયોમાં કપિલ, સુનીલ અને મીકાને નવવિવાહિત કપલ સાથે એક સ્ટેજ પર જોઈ શકાય છે.

એક અવસરે કપિલ એક મહિલા સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. મહિલાએ એક ગોલ્ડન સાડી પહેરી છે અને તે એક જૂના હિન્દી ફિલ્મના ગીત ઓ મેર જોહરા ઝબીન પર ડાન્સ કરી રહી છે. સુનિલ પણ ગાતા દેખાય છે. કપિલ કુમરિયાએ વીડિયો ટ્વીટ કર્યું અને લખ્યું, "હું મારા પરિવાર અને ભાઇ @MikaSingh, @ KapilSharmaK9, @WhoSunilGroverને આભાર માનીશ જેમણે વ્યક્તિગત રીતે દીકરી કનિકા કુમરિયાના લગ્નમાં આવીને આશીર્વાદ આપ્યા, લવ યૂ માય બ્રધર"

આ બાબતે કપિલે ટ્વીટ કરીને જવાબ આપ્યો, "આ ખાસ દિવસે વરુણ, કનિકા અને પરિવારને વધામણી. ઘણો બધો પ્રેમ અને શુભેચ્છાઓ. ઘણો આનંદ આવ્યો. આભાર." કપિલ અને સુનિલ વચ્ચે 2017માં ઑસ્ટ્રેલિયાથી ભારત આવતી વખતે પ્લેનમાં ખૂબ જ લડાઇ થઈ હતી. ત્યાર બાદ તેમના સંબંધોમાં તિરાડ પડી હતી.

આ પણ વાંચો : Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

સુનિલે પછી લોકપ્રિય શૉ ધ કપિલ શર્મા શૉ છોડી દીધો હતો. લડાઇ અને તેના પછીના ઘટનાક્રમનો કપિલ પર પણ હાનિકારક પ્રભાવ પડ્યો અને તે ડિપ્રેશનનો શિકાર થયો. તેના શૉની ટીઆરપી પણ ડ્રૉપ થઈ ગઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK