Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lockdown વચ્ચે કનિકા કપૂરે ડિલીટ કરી કોરોના પોઝિટીવની માહિતી આપતી પોસ્ટ

Lockdown વચ્ચે કનિકા કપૂરે ડિલીટ કરી કોરોના પોઝિટીવની માહિતી આપતી પોસ્ટ

26 March, 2020 04:27 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown વચ્ચે કનિકા કપૂરે ડિલીટ કરી કોરોના પોઝિટીવની માહિતી આપતી પોસ્ટ

કનિકા કપૂર (ફાઇલ ફોટો)

કનિકા કપૂર (ફાઇલ ફોટો)


બોલીવુડ સિંગર કનિકા કપૂર હાલ લખનઉના પીજીઆઇ હૉસ્પિટલમાં એડમિટ છે. કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યા પછી તેને ત્યાં જ એડમિટ કરવામાં આવી છે. કનિકાએ પોતાને કોરોના પૉઝિટીવ હોવાની માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી હતી જેના પછી લખનઉથી લઈને મુંબઇ સુધી લોકોમાં ભયનો માહોલ હતો. પણ હવે સિંગરે પોતાની તે પોસ્ટ ડિલીટ કરી નાખી છે. જો કે, તેણે આવું કેમ કર્યું આ વિશે કોઇ જ માહિતી નથી.

શું હતું કનિકાની પોસ્ટમાં:



Kanika Kapoor Post


કનિકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક તસવીર શૅર કરી હતી જેમાં પૃથ્વીની તસવીર પણ માસ્ક લગાડેલું દેખાતું હતું. સિંગરે તસવીર શૅર કરતાં કોવિડ-19 માટે પૉઝિટીવ હોવાની વાત સ્વીકારી હતી. સિંગરે લખ્યું કે, 'લગભગ ચાર દિવસથી મને ફ્લૂના લક્ષણો દેખાતા હતા. તેના પછી મેં ટેસ્ટ કરવ્યું તો ખબર પડી કે મને Covid-19 પૉઝિટીવ છે. હું અને મારો પરિવાર સંપૂર્ણ આઇસોલેશનમાં છીએ અને ડૉક્ટર્સની સલાહ માની રહ્યા છીએ. લગભગ 10 દિવસ પહેલા જ્યારે હું વિદેશમાંથી ભારત આવી તો ઍરપોર્ટ પર બધી જ સુરક્ષા સંબંધિત સ્કૅન તેમ જ તપાસમાંથી પસાર થઈ હતી. ત્યારે એવું કંઇ ન હતું. હવે છેલ્લા ચાર દિવસથી મારી તબિયત ખરાબ થઈ છે. હાલ હું તમને રિક્વેસ્ટ કરવા માગું છું કે સેલ્ફ આઇસોલેશનમાં રહો અને સહેજ પણ લક્ષણ દેખાય કે તરત જ તપાસ કરાવો.'

ઉલ્લેખનીય છે કે કનિકા લગભગ 1 અઠવાડિયાથૂ લગભગ લખનઉમાંના પીજીઆઇ હૉસ્પિટલમાં દાખલ છે. કનિકા 15 માર્ચના લંડનથી ભારત આવી હતી. તેના પછીથી લખનઉમાં એક પાર્ટીમાં સામેલ થઈ જ્યાં તેને કોરોના પૉઝિટીવ છે એવી માહિતી મળી. એડમિટ થયા પછી કનિકાની ત્રણ વાર કોરોનાવાયરસ ટેસ્ટ થઈ ગઈ છે અને દુર્ભાગ્યે ત્રણેય વાર તે કોરોના પૉઝિટીવ આવી છે. એટલે કે કનિકા હજી પણ સાજી થઈ નથી. પીજીઆઇના ડૉક્ટર ધીમનનું કહેવું છે કે તે લોકો કનિકાને ત્યાં સુધી ડિસ્ચાર્જ નહીં આપે જ્યાં સુધી તેના ઓછામાં ઓછા બે ટેસ્ટ સતત નેગેટિવ ન આવે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 04:27 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK