ગ્રેટ ગૅમ્બલર કંગના : 3 લાખનો જેકપોટ જીતી

Published: 1st September, 2012 09:49 IST

કસીનોમાં પહેલી વાર હાથ અજમાવીને જીતી લીધો ત્રણ લાખ રૂપિયાનો જૅકપૉટ

 

હાલમાં ડિરેક્ટર વિકાસ બહલની ‘ક્વીન’માં કામ કરી રહેલી કંગના રનૌતે સહકલાકારોના બહુ આગ્રહને કારણે ઍમસ્ટરડૅમના એક કસીનોમાં પહેલી વાર રૂલે નામની ગેમ પર હાથ અજમાવ્યો હતો. એ સમયે કંગનાનું નસીબ બહુ જોર કરતું હશે એટલે પહેલી વાર જ આ જુગાર રમતી હોવા છતાં કંગના ત્રણ લાખ રૂપિયાનો જૅકપૉટ જીતી ગઈ હતી. કંગના છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના શૂટિંગમાં જ વ્યસ્ત છે. થોડા સમય પહેલાં આ ફિલ્મના લંડનના શેડ્યુલ વખતે પોતાના સ્ટન્ટ-શૉટ કરતી વખતે કંગના મોંભેર પડી ગઈ હતી, જેના કારણે તેને ઈજા પણ થઈ હતી.

કંગનાની આ જીત વિશે વાત કરતાં યુનિટ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કંગના આ પહેલાં ક્યારેય કસીનોમાં નહોતી ગઈ. થોડા દિવસ પહેલાં ‘ક્વીન’ના આખા ક્રૂએ કસીનોમાં જવાનું નક્કી કર્યું હતું અને કંગના પણ તેમની સાથે ગઈ હતી. યુનિટમાંથી કોઈએ તેનો પરિચય રૂલે નામની ગેમ સાથે કરાવ્યો. શરૂઆતમાં કંગના રમતાં અચકાતી હતી, પણ પછી તેણે એક પ્રયાસ કરવાનો નિર્ણય લઈ લીધો. એ દિવસે ભાગ્ય કંગના પર મહેરબાન હતું અને એટલે જ તે પહેલાં ક્યારેય રૂલે ન રમી હોવા છતાં ત્રણ લાખ રૂપિયાનો જૅકપૉટ જીતી ગઈ હતી. આટલી મોટી રકમની અણધારી જીતથી કંગના ખુશ તો થઈ, પણ તેણે હવે ક્યારેય જીવનમાં જુગાર ન રમવાનો નિર્ણય લીધો છે.’

આ મુદ્દે વાત કરતાં કંગનાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘કંગનાએ આ વખતે જુગાર રમવાનો નિર્ણય ઉત્સાહમાં લઈ લીધો હતો. મને નથી લાગતું કે તે ભવિષ્યમાં કસીનોની મુલાકાત લેવાનું પસંદ કરે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK