Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરની રાણી દિદ્દા બનશે કંગના

કાશ્મીરની રાણી દિદ્દા બનશે કંગના

15 January, 2021 05:00 PM IST | Mumbai
Agencies

કાશ્મીરની રાણી દિદ્દા બનશે કંગના

કાશ્મીરની રાણી દિદ્દા બનશે કંગના

કાશ્મીરની રાણી દિદ્દા બનશે કંગના


કંગના રનોટ હવે ‘મણિકર્ણિકા’ની ફ્રૅન્ચાઇઝી હેઠળ કાશ્મીરની રાણીની વીરગાથા દેખાડશે. ‘મણિકર્ણિકા રિટર્ન્સ : ધ લેજન્ડ ઑફ દિદ્દા’માં દેખાડવામાં આવશે કે તેમણે કઈ રીતે મહમૂદ ગઝનવીને બે વખત હરાવ્યો હતો. આ ફિલ્મને કમલ જૈન સાથે મળીને કંગના બનાવવાની છે. ફિલ્મને ભવ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવામાં આવશે. ભારતમાં વિસરાઈ ચૂકેલી વીરાંગનાના જીવન પર પ્રકાશ પાડવાના ઉદ્દેશથી આ ફિલ્મ બનાવવામાં આવવાની છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ની જાન્યુઆરીથી શરૂ કરવાની યોજના છે. એ પહેલાં કંગના પોતાનાં બધાં કમિટમેન્ટ્સ પૂરાં કરવાની છે. કમલ જૈન સાથેની મુલાકાતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણો ભારત દેશ ઝાંસીની રાણી જેવી વીરાંગનાઓનો સાક્ષી રહ્યો છે. આવી જ એક વીરગાથા છે કાશ્મીરની રાણીની, જેણે મહમૂદ ગઝનવીને બે વખત હરાવ્યો હતો. ‘મણિકર્ણિકા રિટર્ન્સ : ધ લેજન્ડ ઑફ દિદ્દા’ હું અને કમલ જૈન લઈને આવી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 05:00 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK