ગોવામાં કરણ જોહરે ફેલાવેલી ગંદકી પર ભડકી કંગના રનોટ

Published: 28th October, 2020 15:18 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ફિલ્મના શૂટિંગ બાદ તેમના પ્રોડક્શન હાઉસ દ્વારા બાયોમેડિકલ વેસ્ટને રસ્તા પર ફેંકવામાં આવ્યો છે જેમાં પીપીઈ કિટ્સનો પણ સમાવેશ થાય છે

કંગના રનોટ
કંગના રનોટ

કરણ જોહરના પ્રોડક્શન હાઉસ દ્વારા ગોવામાં ફેલાવેલી ગંદકીને કારણે કંગના રનોટ એમના પર ભડકી છે. કરણના ધર્મા પ્રોડક્શન હેઠળ ગોવામાં દીપિકા પાદુકોણની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ બાદ તેમના પ્રોડક્શન હાઉસ દ્વારા બાયોમેડિકલ વેસ્ટને રસ્તા પર ફેંકવામાં આવ્યો છે જેમાં પીપીઈ કિટ્સનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર ચર્ચામાં આવતાં સોશ્યલ મીડિયા પર એના ફોટો અને વિડિયો શૅર થઈ રહ્યા છે. મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ અને એના મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને ટૅગ કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ દેશના કલ્ચર માટે મૂવી ઇન્ડસ્ટ્રી એક વાઇરસ બનવાની સાથે એ આપણા પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન પહોંચાડી રહી છે. પ્રકાશ જાવડેકરજી તમે આ કચરાને જુઓ. કહેવાતા બિગ પ્રોડક્શન હાઉસનું આ ગેરજવાબદારીભર્યું વર્તન તમે પણ જુઓ. મહેરબાની કરીને મદદ કરો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK