Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સનો રિપોર્ટ માગનાર કંગનાએ પોતે ડ્રગ-ટેસ્ટ કરાવવી જોઈએ : દલીપ તાહિલ

ડ્રગ્સનો રિપોર્ટ માગનાર કંગનાએ પોતે ડ્રગ-ટેસ્ટ કરાવવી જોઈએ : દલીપ તાહિલ

08 September, 2020 08:25 PM IST | Mumbai
Agencies

ડ્રગ્સનો રિપોર્ટ માગનાર કંગનાએ પોતે ડ્રગ-ટેસ્ટ કરાવવી જોઈએ : દલીપ તાહિલ

દલીપ તાહિલ

દલીપ તાહિલ


દલીપ તાહિલે જણાવ્યું કે કંગના રનોટે પોતાના કલીગ્સને ડ્રગ-ટેસ્ટનું કહેવા કરતાં પોતે ડ્રગ-ટેસ્ટ કરાવવી જોઈએ. કંગનાએ તાજેતરમાં જ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રણવીર સિંહ, રણબીર કપૂર, વિકી કૌશલ અને અયાન મુખરજીએ ડ્રગ-ટેસ્ટ કરાવવી જોઈએ. કંગનાએ જણાવ્યું હતું કે ૯૯ ટકા બૉલીવુડ ડ્રગમાં સામેલ છે. એના પર પ્રતિક્રિયા આપતાં દલીપ તાહિલે કહ્યું કે ‘આ અસ્વસ્થ કરનારી બાબતે આપણી લાઇફ પર ખૂબ માઠી છાપ છોડી છે. જોકે તમે માત્ર બૉલીવુડ પર જ આંગળી ન ચીંધી શકો. સુશાંતના અકાળ નિધન બાદ તેને ન્યાય અપાવવા માટે જે શરૂઆત કરવામાં આવી હતી એ હવે એક સર્કસ બની ગઈ છે. દુનિયામાં જે ચાલી રહ્યું છે એની સરખામણીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી એક નાનકડો ભાગ છે. એમાં શું મોટી વાત છે કે બૉલીવુડમાં ડ્રગ્સ ફેલાયેલુ છે? આ બધા આરોપોની પાછળ કંગનાનો શું ઉદ્દેશ છે? કંગના આપમેળે ટૉપની ઍક્ટર બની છે. મહિલાઓને જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ બધાને માત આપીને તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ થઈ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દરેકને માટે તક હોય છે. જોકે હવે તેણે જે નિવેદન આપ્યાં છે એ ભ્રમ ફેલાવે છે. એકાદ-બે વખત તેણે આ મુદ્દો ઉછાળ્યો એથી હવે લાગે છે કે આ બધુ સ્ક્રિપ્ટેડ છે. પોતાના કલીગ્સ પર તે જે પ્રકારની પર્સનલ કમેન્ટ કરી રહી છે એ જોતાં તો તેણે પોતે જ ટેસ્ટ કરાવવી જોઈએ. મોટા બિઝનેસ અને મીડિયામાં ઘણું બધું ચાલે છે, જ્યાં લોકો પાસે ચાલાકીથી કામ કઢાવવામાં આવે છે, તેમનું શોષણ કરવામાં આવે છે. એ બધા મુદ્દા પર કેમ નથી બોલવામાં આવતું?’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 08:25 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK