Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાનું ખરેખર બ્રેક-અપ થઈ ગયું કે પછી બૉયફ્રેન્ડનું...

કંગનાનું ખરેખર બ્રેક-અપ થઈ ગયું કે પછી બૉયફ્રેન્ડનું...

10 September, 2012 06:20 AM IST |

કંગનાનું ખરેખર બ્રેક-અપ થઈ ગયું કે પછી બૉયફ્રેન્ડનું...

કંગનાનું ખરેખર બ્રેક-અપ થઈ ગયું કે પછી બૉયફ્રેન્ડનું...




કંગના રનૌતનું હમણાં જ બૉયફ્રેન્ડ નિકોલસ લૅફર્ટી સાથે બ્રેક-અપ થઈ ગયું છે. ઘણા સમયથી તેમના સંબંધો બાબતે રહસ્ય વણાયેલું હતું, પણ હવે ફાઇનલી એવું લાગી રહ્યું છે કે તેઓ બન્ને છૂટાં પડી ગયાં છે.





એક વરસ પહેલાં સિમી ગરેવાલના શોમાં કંગનાએ તેનો એક બૉયફ્રેન્ડ છે અને તે અમેરિકાનો એક ડૉક્ટર છે એવું જાહેર કરેલું. એ પછી ઘણા સમય સુધી તેની વાત ક્યાંય ચર્ચામાં નહોતી. ફાઇનલી તે જેની સાથે ડેટિંગ કરી રહી છે તે બૉયફ્રેન્ડ સાથેની તેની તસવીરો જાહેર છે. આમ તો તેનો બૉયફ્રેન્ડ એક મહિના માટે મુંબઈમાં હતો. તે એક ડૉક્ટર છે એટલે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને અહીં આવ્યો હતો. જોકે નિકોલસ અહીંથી પાછો ગયો એ પછી તેનો કોઈ ઉલ્લેખ ક્યાંય નહોતો થયો. એમાં થોડા દિવસ પછી એવી વાતો જાણવા મળી હતી કે બન્ને છૂટાં પડી ગયાં છે. કેમ કે નિકોલસ પરણીને સેટલ થવા માગતો હતો અને કંગનાને તેની ઍક્ટિંગ-કરીઅર છોડવી નહોતી.

જોકે કંગનાએ તેના આ કહેવાતા બૉયફ્રેન્ડ વિશે કશું જ ઑફિશ્યલી જાહેર કર્યું નથી. એવા સમયે લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું નિકોલસ ખરેખર તેનો બૉયફ્રેન્ડ હતો કે પછી પોતાના બે જૂના વિવાદાસ્પદ બૉયફ્રેન્ડ્સથી દૂર રહેવા માટેની આ ઉપજાવી કાઢેલી વાત હતી?



કંગના હવે બૉલીવુડમાં જામી ગઈ છે. ‘તનુ વેડ્સ મનુ’ પછી તેની કરીઅર પીક પર છે અને હવે તેની કેટલીક ખૂબ સારી ફિલ્મો આવી રહી છે. જોકે એક વાત કહેવી પડે કે કંગના હંમેશાં તેની ફિલ્મોના સારા કામ કરતાં વિવાદોને લીધે ખૂબ ચર્ચામાં રહી છે. આદિત્ય પંચોલી અને અધ્યયન સુમન સાથેના સંબંધો વિશેની વાતો અવારનવાર ઊખડતી રહેતી હોવાથી બની શકે કે કંગનાએ કહેવાતા નવા બૉયફ્રેન્ડની વાત ઉપજાવી કાઢી હોય.

તેના આ નવા ત્રીજા બ્રેક-અપ પછી કંગનાને લાગતું હશે કે હાશ, જૂના બે સંબંધોની વાતો હવે ભુલાઈ જશે.

રહસ્યમય બૉયફ્રેન્ડ્સ ધરાવતી હિરોઇનો

અમ્રિતા રાવ

અમ્રિતા રાવ પણ સૅન ફ્રાન્સિસ્કોના એક એનઆરઆઇ ઑર્થોપેડિક સજ્ર્યન નીલ કુલકર્ણી સાથે ડેટિંગ કરતી હતી એવી વાતો ચર્ચાઈ હતી, પણ અમ્રિતા તે માણસને કદી જાહેરમાં નહોતી લાવી.

જૅકલિન ફર્નાન્ડિસ

તે બાહરિનના રાજકુમાર શેખ હસન બિન રશીદ અલ ખલીફા સાથે ડેટિંગ કરી રહી હતી અને તેમની સગાઈ થવાનું આયોજન પણ થયેલું. જોકે એમ છતાં બન્નેનું બ્રેક-અપ થઈ ગયું અને હવે તે ડિરેક્ટર સાજિદ ખાન સાથે ડેટિંગ કરી રહી છે.

મલ્લિકા શેરાવત

એવું કહેવાય છે કે તેણે હૉલીવુડના ઘણા ઍક્ટરો સાથે ડેટિંગ કર્યું છે અને તેનું નવા-નવા લોકો સાથે અવારનવાર નામ જોડાતું આવ્યું છે. છેક છેલ્લે તે હૉલીવુડના હૉટસ્ટાર ઍન્ટોનિયો બૅન્ડેરસ સાથે કઢંગી રીતે ડાન્સ કરતી જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2012 06:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK