આજે કંગના રનૌટનો જન્મદિવસ છે. અને આ અવસર પર એને મોટી ભેટ મળી છે. કંગના વધુ એક બાયોપિકમાં કામ કરવા જઈ રહી છે અને જે પ્રખ્યાત રાજકીય નેતા જયલલિતાના જીવન પર બનશે
આ ફિલ્મનું નામ થલાઈવી હશે, જેમાં કંગના અમ્મા જે. જયલલિતાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ તામિલ અને હિન્દીમાં બનશે અને હિન્દીમાં એનું નામ જયા રહેશે. આ બાયોપિકને બાહુબલી અને મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીના લેખક કે વી વિજયેન્દ્ર પ્રસાદ લખશે. વિષ્ણુ વર્ધન ઈન્દુરી અને શૈલેશ આર સિંહ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે.
ફિલ્મને એ એલ વિજય ડિરેક્ટ કરશે, જેણે એની પહેલા તામિલમાં Deiva Thirumagal અને Thaandavamનું નિર્દેશન કર્યું હતુંય
ભારતીય રાજનીતિના બાહુબલી નેતા હતા જયલલિથા
જયલલિથા જયરાજ એટલેકે જયલલિથા, ભારતીય રાજકારણ અને ખાસ કરીને દક્ષિણના રાજકારણમાં બહુ મોટું હતું. રાજકારણમાં જોડાતા પહેલા જયલલિતાએ ફિલ્મોમાં પણ સફળ હતા. 15 વર્ષની ઉંમરમાં કન્નડ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીના રોલમાં જોવા મળતી હતી. બાદ તેમણે તામિલ ફિલ્મોમાં કામ કર્યું. 1965થી 1972માં એમણે એમ જી રામચંદ્રન સાથે વધારે ફિલ્મ કરી હતી.
આ પણ વાંચો : આ કારણે ગ્લેમ ગર્લની ઈમેજ બદલવા ઈચ્છે છે એશા ગુપ્તા
કન્નડ ભાષામાં એની પહેલી પહેલી ફિલ્મ 'ચિન્નાડા ગોમ્બે' હતી. તે સાઉથી પહેલી એવી અભિનેત્રી હતી જેણે સ્કર્ટ પહેરીને રોલ કર્યો હતો. લગભગ 300 ફિલ્મોમાં કામ કરનારા જયલલિથાએ હિન્દીમાં ઈજ્જત અને ઈમાનદારથી કામ કર્યું હતું. જેમાં તેઓ ધર્મેન્દ્રની હિરોઈન બની. રાજનીતિમાં એમના સાથી અમ્મા (માં) કહીને બોલાવતા હતા. પાંચ સપ્ટેમ્બર 2016માં રાજનીતિનો આ સિતારો અસ્ત થઈ ગયો.
'મર્દાની 2'થી લઈને 'મણિકર્ણિકા' સુધી, પડદા પર આ અભિનેત્રીઓની ધૂમ
Dec 10, 2019, 13:37 IST'થલાઇવી'ના કંગનાના લૂકને લોકો કરી રહ્યા હતા ટ્રોલ, રંગોલીએ આપ્યો આ જવાબ
Nov 26, 2019, 20:49 ISTThalaivi: જયલલિતા જેવી દેખાવા માટે કંગનાએ આ રીતે વધાર્યું વજન, લીધી આ દવાઓ...
Nov 25, 2019, 17:40 ISTહવે ફિલ્મો પ્રૉડ્યુસ કરશે કંગના, અયોધ્યા વિવાદ પર બનાવશે પહેલી ફિલ્મ
Nov 25, 2019, 14:22 IST