થલાઇવીના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચેલી કંગનાએ કહ્યું...

Published: 20th November, 2020 19:46 IST | Mumbai correspondent | Mumbai

કપરા સમયમાં મને આશરો આપવા માટે હિમાલયનો આભાર

કંગના રણોત
કંગના રણોત

કંગના રનોટ ‘થલાઇવી’ના શૂટિંગ માટે હૈદરાબાદ માટે નીકળી છે. જોકે સાથે જ તેણે હિમાલયમાં આટલા મહિનાઓથી રોકાઈ હતી એ બદલ આભાર પણ માન્યો છે. તે થોડા દિવસો પહેલાં પણ હૈદરાબાદમાં આ ફિલ્મના શૂટિંગ માટે ગઈ હતી. બાદમાં ફરીથી તેના ભાઈ અક્ષતનાં લગ્ન માટે તે ફરીથી હિમાચલ પ્રદેશ આવી ગઈ હતી. હવે ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ પૂરું કરવા માટે તે ફરીથી હૈદરાબાદ પહોંચી ગઈ છે. પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘અલવિદા કહેવું સરળ નથી હોતું, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું આ પહાડોને અલવિદા કહું. હૈદરાબાદમાં ‘થલાઇવી’ના છેલ્લા શેડ્યુલ માટે નીકળી છું. એક પછી એક એમ અનેક કમિટમેન્ટ્સ હોવાથી હું ફરીથી મનાલી જલદી નહીં આવી શકું. જોકે આ કપરા સમયમાં હિમાલયે મને જે આશ્રય આપ્યો એનો આભાર વ્યક્ત કરું છું.’

સેક્સ-રિલેટેડ ટૉપિકને લઈને એક યુઝરને સણસણતો જવાબ આપ્યો કંગનાએ

કંગના રનોટે સોશ્યલ મીડિયા યુઝરની આકરા શબ્દોમાં નિંદા કરી છે જેણે તેની સાથે સેક્સ રિલેટેડ વાત કરી હતી. ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં સુસાઇડને લઈને મજાક બનાવવામાં આવી હતી. કંગનાએ આ વાતને મજાક ન બનાવવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ વાત પ્રીમૅરિટલ સેક્સ પર નીકળી હતી. ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ મજા આવી રહી છે કે કેવી રીતે આ ડિપ્રેસ્ડ અને આત્મઘાતી નારીવાદી મહિલાઓ વિવાહ પહેલાં સેક્સ કરવા પર તોબા તોબા કરે છે. કેટલાક લોકોએ તો એને એવી રીતે સ્કૅન્ડલાઇઝ બનાવવાની કોશિશ કરી છે કે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત વ્યક્તિ પણ સેક્સમાં સામેલ છે. મહિલાની સેક્સ્યુઅલિટીને લઈને આ વિક્ટોરિયન/ઇસ્લામિક મહિલાના દૃષ્ટિકોણથી મારા બરફના ગોળા પીગળી રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK