કંગનાએ ડ્રગ લિન્કમાં નામ આવતાં દીપિકાની મજાક ઉડાવી
કંગના રનોટ, દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને કટાક્ષ કરતાં કંગના રનોટે કહ્યું હતું કે ડ્રગ અબ્યુઝને કારણે પણ ડિપ્રેશન થાય છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ બૉલીવુડમાં ડ્રગનો કેસ ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે અને એમાં ઘણી સેલિબ્રિટીઝનાં નામ આવી રહ્યાં છે. સુશાંતના મૃત્યુ બાદ દીપિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા પછી તમે પણ રિપીટ કરો કે ડિપ્રેશન એક બીમારી છે.’
હાલમાં જ આ કેસ માટે દીપિકાની મૅનેજર કરિશ્મા પ્રકાશનું પણ નામ આવ્યું છે. એક ન્યુઝ ચૅનલ દ્વારા વૉટ્સઍપ ચૅટને જાહેર કરવામાં આવી હતી, જેમાં પૂછ્યું હતું કે ‘માલ હૈ ક્યા?’ આ ચૅટ દીપિકા અને તેની મૅનેજર વચ્ચેની કહેવામાં આવી રહી છે. તેમ જ દીપિકા જ માલ વિશે પણ પૂછી રહી છે. આથી દીપિકાની મજાક ઉડાડતાં કટાક્ષમાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા પછી તમે પણ રિપીટ કરો કે ડ્રગ અબ્યુઝને કારણે પણ ડિપ્રેશન થાય છે. હાઈ સોસાયટીના રિચ સ્ટાર ચિલ્ડ્રન કહેવાતા અને જેઓ પોતાને ક્લાસી કહે છે તેમ જ પોતાનો ઉછેર સારા ઘરમાં થયો હોવાનું કહેનાર તેના મૅનેજરને કહે છે કે ‘માલ હૈ ક્યા?’ બૉલીવુડના ડ્રગીઝને બૉયકૉટ કરો. દીપિકા પાદુકોણ.’