શિલ્પા પછી કંગનાના ઘરે આવશે મહેમાન,બહેન રંગોલીએ ટ્વીટમાં કહ્યું આ...

Published: Feb 22, 2020, 16:32 IST | Mumbai Desk

રંગોલીનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ સમાચારને લઈને રંગોલી સતત ચર્ચામાં છવાયેલી છે.

બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોતની બહેન રંગોલી ચંદેલ હંમેશાં પોતાાન વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં આવી જાય છે. તો હવે ફરી એકવાર તે ચર્ચામાં આવી ગઈ છે. પણ આ વખતે તે પર્સનલ લાઇફને કારણે ચર્ચાઓમાં છવાઇ રહી છે. વાત એ છે કે કંગના રણોતની બહેન રંગોલી ચંદેલ પણ એક દીકરીને એડૉપ્ટ કરવાની છે જેની માહિતી તેણે ટ્વિટર પર આપી છે. રંગોલીનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ સમાચારને લઈને રંગોલી સતત ચર્ચામાં છવાયેલી છે.

તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક દીકરીની માતા બનવાની ચર્ચાએ બધાંને ચોંકાવી દીધું હતું. શિલ્પાની આ દીકરી એક સરોગેટ ચાઇલ્ડ છે. તો હવે રંગોલી ચંદેલ પણ એક દીકરીને એડૉપ્ટ કરવાની છે જેની માહિતી તેણે ટ્વિટર પર આપી છે. રંગોલીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "મારું એક બાળક છે. છતાં હું અને મારો પતિ એક બાળકીને એડૉપ્ટ કરવા માગીએ છીએ. હું કપલ્સને બાળકો એડૉપ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરીશ, સિવાય કે સરોગસીને. આમ તે બાળકોને ઘર અપાવો જે પહેલાથી જ આ દુનિયામાં છે અને તેમનું સપનું પણ પૂરું થઈ જાય જે પેરેન્ટ બનવા માગે છે."

આ પણ વાંચો : મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

રંગોલીએ આગળ લખ્યું, "મારી બહેને અમે પ્રેરિત કર્યું છે. અજય અને મેં બધી ફૉર્મેલિટી પૂરી કરી લીધી છે. કેટલાક મહિનામાં જ અમારા ઘરમાં નાનકડી પરી આવવાની છે, જેનું નામ કંગનાએ 'ગંગા' રાખવાનું નક્કી કર્યું છે. ખુશનસીબ છું કે હું એક દીકરીને ઘર અપાવવાને કાબેલ છું." જણાવીએ કે રંગોલીનો દીકરો પહેલાથી છે જ જેનું નામ પૃથ્વી છે. કંગના અને પૃથ્વીની એક લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળે છે. કંગના પોતાની બહેનના દીકરાની ખૂબ જ નજીક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK