Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શગુફ્તા રફીકે મહેશ ભટ્ટે કંગના પર ચપ્પલ ફેંકીને મારવાની વાતને ફગાવી

શગુફ્તા રફીકે મહેશ ભટ્ટે કંગના પર ચપ્પલ ફેંકીને મારવાની વાતને ફગાવી

28 July, 2020 05:17 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શગુફ્તા રફીકે મહેશ ભટ્ટે કંગના પર ચપ્પલ ફેંકીને મારવાની વાતને ફગાવી

મહેશ ભટ્ટ, કંગના રણોત

મહેશ ભટ્ટ, કંગના રણોત


કંગના રણોત(Kangana Ranaut)ની ફિલ્મ 'વો લમ્હે' (wo lamhe)અને 'રાઝ ધ મિસ્ટ્રી કૉન્ટિન્યૂઝ'ની લેખિકા શગુફ્તા રફિક(Shagufta rafique) જણાવે છે કે જ્યારે કંગના અને મહેશ ભટ્ટ(Mahesh Bhatt) વચ્ચે વિવાદ થઈ રહ્યો હતો, ત્યારે તે પણ ત્યાં હાજર હતી, કંગનાની સાથે મોહિત સૂરી(Mohit suri) અને તેમની ટીમના ઘણાં લોકોને મહેશ ભટ્ટ સાહબ ખીજાતા હતા.

બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે જાણીતા પ્રૉડ્યૂસર-ડાયરેક્ટર મહેશ ભટ્ટ પર આરોપ મૂક્યો હતો કે મહેશ ભટ્ટે તેની તરફ ચપ્પલ ફેંકી હતી અને હાથ પણ ઉગામ્યો હતો. હવે મહેશ ભટ્ટના બચાવમાં રાઇટર શગુફ્તા રફિક સામે આવી છે, જેણે કંગનાની 2 ફિલ્મો 'વો લમ્હે' અને 'રાઝ ધ મિસ્ટ્રી કન્ટીન્યૂઝ' લખી હતી. શગુફ્તા મહેશ ભટ્ટ સાથે 13 વર્ષથી કામ કરી રહી છે. શગુફ્તાએ આ આખા મામલે નવભારતટાઇમ્સ ડૉટ કૉમ સાથે વાતચીતમાં વિસ્તારથી જણાવ્યું કે જ્યારે મહેશ ભટ્ટ અને કંગના વચ્ચે આ મામલો થયો. ત્યારે તે પણ ત્યાં જ હાજર હતી.



કંગનાની કોઇ પર્સનલ તકલીફ છે ખબર નહીં કેમ તે અન્ય લોકોને તેમાં ઇન્વૉલ્વ કરી રહી છે...
પહેલા તો આપણે એ માની લેવું જોઇએ કે નેપૉટિઝમનો મામલો ખરેખર શું છે. કંગના રણોતની કદાચ કોઇક પર્સનલ તકલીફ છે અને તે એ કારણસર બધાંને તેમના ઇન્વૉલ્વ કરી રહી છે. મહેશ ભટ્ટ સાથે મેં એક દાયકા કરતાં વધારે કામ કર્યું છે, ખૂબ જ સારી રીતે સમજું છું તેમને.


રાઇટરે તાજેતરમાં જ ઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાએ મૂકેલા આરોપોને ખોટાં જણાવતાં હકીકત જણાવી છે. રાઇટરે જણાવ્યું કે કંગના સાથે વર્ષ 2006માં 'વો લમ્હે'ના સમયે એવું કંઇ થયું તો પછી તેમણે 2009માં વિશેષ ફિલ્મ્સ સાથે કેમ કામ કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે કંગનાને એ પણ પૂછવું જોઇએ કે આખરે એકવાર આવું થયું તો તેણે ફરીથી કામ કેમ કર્યું?

ચપ્પલ ફેંકવાની ઘટનાને લઈને રાઇટરે કંગનાના આરોપને ફગાવી દીધા. જો કે, રાઇટરે માન્યું કે તે દરમિયાન મહેશ ભટ્ટ, કંગના પર ગુસ્સે થયા હતા પણ ચપ્પલ ફેંકવાની વાત ખોટી છે. રાઇટરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'ફિલ્મ વો લમ્હેના ટ્રાયલ દરમિયાન કંગના રણોત શૉમાં ઘણી મોડી પહોંચી હતો તો મહેશ ભટ્ટ અભિનેત્રી પર ગુસ્સે થયા હતા.'


રાઇટરે આગળ કહ્યું કે, "તે સમયે શૂટિંગને લઈને કોઇક મુદ્દો હતો અને કંગનાએ એક ફિલ્મ છોડી દીધી હતી, જે તેનો હક છે. જો કે, તે જૂની વાતો સામે લાવી રહી છે અને કંઇક એવું ઉમેરી રહી છે જે ક્યારેય બન્યું નથી. તે દરમિયાન ટ્રાયલ શૉ માટે આખી ટીમ હાજર હતી, જેમાં મોહિત સૂરી, મુકેશ ભટ્ટ અને અન્ય સ્ટાર્સ કલાકાર પણ સામેલ હતા."

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 05:17 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK