કંગના રનોટે 'થલાઈવી'ના સેટ પરથી શૅર કરી તસવીરો

Published: 11th October, 2020 17:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ ફિલ્મમાં અભિનેત્રી જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતા (Jayalalithaa)ના જીવન પર આધારિત ફિલ્મ 'થલાઈવી'નું એક શિડ્યૂઅલ હૈદરાબાદમાં પૂરું કર્યું છે. ફિલ્મના સેટ પરથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શૅર કરી છે. જે ખરેખર જોવા જેવી છે.

કંગના રનોટે શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ દેખાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું કે, 'જયા માના આશીર્વાદને કારણે 'થલાઈવી'નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.'

અભિનેત્રીએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મથી ભાગ્યશ્રી 23 વર્ષે ફિલ્મમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કંગના રનોટ ફિલ્મમાં જયલલતિતાનું પાત્ર ભજવે છે.

દરમિયાન એવી ચર્ચાઓ થઈ રહી છે કે, મેકર્સ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ કરી શકતા નથી. માનવામાં આવે છે કે ક્લાઈમેક્સ સીન માટે ઓછામાં ઓછા 350 લોકોની જરૂર છે પરંતુ કોરોનાકાળમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાની પરવાનગી નથી. આ જ કારણે મેકર્સ પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK