જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે?: કંગના રનોટ

Published: Sep 16, 2020, 15:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ કહ્યું, 'એક થાળી મળી હતી, બે મિનિટનો રોલ, આઇટમ નંબર્સ તથા એક રોમેન્ટિક સીન મળ્યો હતો એ પણ હીરો સાથે સૂઈ ગયા બાદ'

જયા બચ્ચન, કંગના રનોટ
જયા બચ્ચન, કંગના રનોટ

બૉલીવુડના અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ બૉલીવુમાં ડ્રગ્સ કેસ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ આ અંગે વિવાદ વધતો ગયો છે. આ કારણે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના ઘરની સુરક્ષા વધારી દીધી છે. તો બીજી તરફ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ સતત બીજા દિવસે પણ જયા બચ્ચન પર શાબ્દિક હુમલો ચાલુ જ રાખ્યો છે. કંગનાએ જયા બચ્ચનની થાળી વાળી કમેન્ટનો જવાબ આપ્યો છે.

કંગના રનોટે ટ્વીટ કર્યું છે કે, 'જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે? એક થાળી મળી હતી, જેમાં બે મિનિટનો રોલ, આઈટમ નંબર તથા એક રોમેન્ટિક સીન મળ્યો હતો. એ પણ હીરો સાથે સૂઈ ગયા બાદ. મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનીઝમ શીખવ્યું છે. થાળી દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મથી સજાવી છે. આ મારી પોતાની થાળી છે, જયાજી તમારી નથી.'

આ પહેલા આજે સવારે કંગના રનોટે ટ્વીટ કર્યું હતું કે, 'શો બિઝનેસ હંમેશાંથી ઝેરી રહ્યો છે. લાઈટ તથા કેમેરાની આ દુનિયામાં લોકો વિશ્વાસ કરવા લાગે છે અને પછી એમાં જ જીવવા લાગે છે. લોકો એક વૈકલ્પિક સચ્ચાઈ પર વિશ્વાસ કરે છે અને પોતાની ચારેબાજુ એક સર્કલ બનાવી દે છે. આ ભ્રમમાંથી બહાર આવવા માટે એક સ્ટ્રોંગ આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે. લોકતંત્રમાં બંધારણનું કર્તવ્ય છે કે તે ક્રાંતિકારી અવાજને સુરક્ષા આપે. આ કેસમાં તમે લોકતંત્રમાં બે વસ્તુ જુઓ છો- 1. બચાવનાર, 2. જેને બચાવવામાં આવ્યો. લોકો આ બંને બની શકે નહીં, જે દેશ માટે સૌથી વધુ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે, સંસદમાં જયા બચ્ચન અને રવિ કિશને આપેલા નિવેદન બાદ આ મુદ્દાએ વધુ જોર પકડયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK