Kangna Ranaut પોતાની આવનારી ફિલ્મ માટે કરી રહી ખાસ તૈયારી

Updated: Sep 20, 2019, 16:17 IST | મુંબઈ ડેસ્ક

ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી, જેમાં દેખાય છે કે કંગના, જયલલિતા જેવી દેખાવા માટે શું શું કરી રહી છે.

કંગના રનૌત
કંગના રનૌત

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે એવું કહેવામાં આવે છે કે તે જે પાત્ર ભજવે છે તેના મય બની જાય છે. પોતાની દમદાર એક્ટિંગના દમ પર નેશનલ અવૉર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ 'થલાઇવી' માટે તનતોડ મહેનત કરી રહી છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી, જેમાં દેખાય છે કે કંગના, જયલલિતા જેવી દેખાવા માટે શું શું કરી રહી છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં પ્રોસ્થટિક મેકઅપની મદદથી જયલલિતાનું ગેટઅપ લેશે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીરોમાં દેખાય છે કે પ્રોસ્થેટિક મેકઅપ પહેલા કંગનાના ચહેરાનું મેઝરમેન્ટ લેવામાં આવી રહ્યું એ. તેના આખા ચહેરા પર ગ્રીન કલરનું લેપ લગાડવામાં આવ્યું છે આ લેપ જોઇને સ્પષ્ટ દેખાય છે કે અભિનેત્રીને શ્વાસ લેવામાં પણ કેટલી તકલીફ થતી હશે. તસવીર શૅર કરતાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કંગનાનું પ્રોસ્થેટિક મેકઅપ મેઝરમેન્ટ લૉસ એન્જિલિસના જેસન કોલિન્સ સ્ટૂડિયોમાં લેવાઇ રહ્યું છે. આ લૂક ટેસ્ટ માટે કંગના બે દિવસ પહેલા જ લૉસ એન્જિલિસ માટે નીકળી ગઈ હતી.

આ પણ વાંચો : 'No Smoking' એડની આ ક્યૂટ ગર્લ યાદ છે? હાલ દેખાઈ રહી છે આટલી ગ્લેમરસ

જણાવીએ કે કંગનાની છેલ્લી ફિલ્મ 'જજમેન્ટલ હે ક્યા' બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ નથી દર્શાવી શકી નથી. જો કે ફિલ્મમાં કંગનાની એક્ટિંગની ઘણા વખાણ થયા હતા. પણ તે છતાં ફિલ્મનું કલેક્શન ખાસ જોવા મળ્યું નથી. આ જ કારણ છે કે કંગના જયલલિતાની બાયોપિક 'થલાઇવી'માં કોઇ જ ઉણપ બાકી રાખવા માગતી નથી. તેથી તે દરેક સ્ટેપ ફોલો કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK