Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાની નવી ફિલ્મ ‘પંગા’ નું ટ્રેલર રિલીઝ,કબડ્ડી રમત પર આધારીત છે ફિલ્મ

કંગનાની નવી ફિલ્મ ‘પંગા’ નું ટ્રેલર રિલીઝ,કબડ્ડી રમત પર આધારીત છે ફિલ્મ

24 December, 2019 01:26 PM IST | Mumbai

કંગનાની નવી ફિલ્મ ‘પંગા’ નું ટ્રેલર રિલીઝ,કબડ્ડી રમત પર આધારીત છે ફિલ્મ

બોલીવુડ ફિલ્મ 'પંગા'

બોલીવુડ ફિલ્મ 'પંગા'


કોન્ટ્રોવર્સ ક્વિન કંગના રનૌત નવા વર્ષે સ્પોર્ટ્સ પર આધારીત ડ્રામા ફિલ્મ પંગાલઇને આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ કબડ્ડીની રમત પર આધારીત છે. જેમાં કંગનાની સાથે નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને જેસી ગિલ કલાકારો છે. પંગાફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં કંગનાએ જયા નિગમનો રોલ પ્લે કર્યો છે.



શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મની વાર્તા એક એવી માતાની છે, જે ફરી એકવાર પોતાના સપનાઓ જીવવા માગે છે. એક સમયે જયા રેલવે તરફથી કબડ્ડી રમતી હતી. 32 વર્ષની ઉંમરમાં જયા એક બાળકની માતા છે. પણ તેને હજી પણ કબડ્ડી રમવાની ઈચ્છા છે. જયાને જ્યારે તેના દીકરા તથા પતિનો સપોર્ટ મળે છે ત્યારે તે ફરી એકવાર કબડ્ડી રમવાનો નિર્ણય લે છે. તે ભોપાલ તરફથી કબડ્ડી રમે છે અને પછી દેશ માટે. લાગણીના ઉતાર-ચઢાવથી ભરેલી આ ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર છે. જોકે, આ ફિલ્મ મેરી કોમની યાદ અપાવે છે.



બોક્સ ઓફિસ પર કંગનાની પંગાઆ ફિલ્મો સાથે થશે ક્લેશ
કંગના રનૌતની પંગાતથા વરુણ ધવનની સ્ટ્રીટ ડાન્સર 3D’ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે. કંગનાની આવતા વર્ષે ધાકડતથા થલાઈવીફિલ્મ રિલીઝ થશે.

આ પણ જુઓ : જુઓ કાન્સ ફેસ્ટિવલમાં કંગના રનૌતના અવનવા લૂક્સ

ટ્રેલર પહેલાં રેલવે સ્ટેશન પર કંગનાએ ટિકિટ વેચી
ટ્રેલર લોન્ચિંગ પહેલાં કંગના મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસની ટિકિટ બારીમાં બેઠેલી જોવા મળી હતી. તેણે મુસાફરોને ટિકિટ આપી હતી. આ સમયે કંગનાનો એકદમ સિમ્પલ અંદાજ જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 01:26 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK