શૂટિંગમાંથી સમય કાઢીને સંજય દત્તને મળવા ગઈ કંગના, કહ્યું આવી છે તબિયત

Published: 27th November, 2020 18:24 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંગનાએ સોશિયલ મીડિયા પર સંજય દત્ત સાથે તસવીર શૅર કરી અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી.

શૂટિંગમાંથી સમય કાઢીને સંજય દત્તને મળવા ગઈ કંગના, કહ્યું આવી છે તબિયત
શૂટિંગમાંથી સમય કાઢીને સંજય દત્તને મળવા ગઈ કંગના, કહ્યું આવી છે તબિયત

બોલીવુડ અભિનેત્રી કંગના રણોત (Bollywood Actress Kangana Ranaut) અપકમિંગ ફિલ્મ (Upcoming Movie) 'થલાઇવી(Thalaivi)'ના છેલ્લા શેડ્યૂલના શૂટિંગ માટે હૈદરાબાદ(Hyderabad)માં છે. આ દરમિયાન તેની મુલાકાત એક્ટર સંજય દત્ત (Actor Sanjay Dutt) સાથે થઈ. કંગના (Kangana Ranaut)એ સોશિયલ મીડિયા (Social Media) પર સંજય દત્ત (Sanjay Dutt) સાથે તસવીર શૅર કરી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.

સંજય દત્તને મળી કંગના
કંગનાએ લખ્યું, "જ્યારે મને ખબર પડી કે અમે હૈદરાબાદના એક જ હોટલમાં રોકાયા છીએ, તો હું આજે સવારે સંજૂ સરને મળવા અને તેમનું સ્વાસ્થ્ય પૂછવા ગઈ. અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ આ જોઇને કે તે હજી પણ પહેલા જેવા હેન્ડસમ અને હેલ્થી લાગી રહ્યા છે. અમે તમારા લાંબા જીવન અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ."

જણાવવાનું કે સંજય દત્તને લન્ગ કેન્સર થયું હતું. જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ તો તે મુંબઇના લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. 11 ઑગસ્ટના પોતે ટ્વીટ કરીને પોતાની મેડિકલ કન્ડિશન વિશે જણાવ્યું હતું અને કહ્યું કે તે પોતાની સારવાર માટે થોડાંક સમયનો બ્રેક લઈ રહ્યા છે. ત્યાર પછી 21 ઑક્ટોબરના સંજયે જણાવ્યું કે તેણે કેન્સર સામે જંગ જીતી લીધી છે. સંજયે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

તેમણે ટ્વીટમાં પોતાના પરિવાર, મિત્રો અને બધા ચાહકોનો આભાર માન્યો જે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહ્યા.

કંગનાની ફિલ્મ થલાઇવીની વાત કરીએ તો કંગના રણોત લીડ રોલ ભજવી રહી છે. તે તામિલનાડુની પૂર્વ સીએમ જયલલિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક છે, જેનું નિર્દેશન એએલ વિજય કરી રહ્યા છે. આ ફિલ્મને હિન્દી સિવાય તામિલ અને તેલુગૂ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK