કંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ

Published: 20th January, 2021 18:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંગનાના એક આપત્તિજનક ટ્વીટ પછી તેનું અકાઉન્ટ અસ્થાઇ રીતે બૅન કરી દેવામાં આવ્યું હતું, જેના પર કંગનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તો. ટ્વિટર પર તેના અકાઉન્ટને શરૂ કરવાી માગને લઈને હૅશટૅગ ચલાવવામાં આવી રહ્યું છે.

કંગના રણોત (તસવીર સૌજન્ય જાગરણ)
કંગના રણોત (તસવીર સૌજન્ય જાગરણ)

પોતાના નિવેદનો અને ટ્વીટ્સ માટે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રણોત એકવાર ફરી ટ્વિટર કોન્ટ્રોવર્સીના કેન્દ્રમાં છે. કંગનાના એક આપત્તિજનક ટ્વીટ પછી તેનું અકાઉન્ટ અસ્થાઇ રીતે બૅન કરી દેવામાં આવ્યું હતું, જેના પર કંગનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તો. ટ્વિટર પર તેના અકાઉન્ટને શરૂ કરવાી માગને લઈને હૅશટૅગ ચલાવવામાં આવી રહ્યું છે.

કંગનાએ વિવાદિત ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું, પણ આ પહેલા યૂઝર્સે આને રિપોર્ટ કરી દીધું, જેના પછી કંગનાને અસ્થાઇ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે સવારે કંગનાએ પોતાના ટ્વીટમાં ટ્વિટરના કૉ-ફાઉન્ડર અને સીઇઓ જૅક ડૉર્સીને પણ સાંપડી લીધા છે. કંગનાએ ટ્વીટ કર્યું, "લિબ્રૂસ (સ્વતંત્ર વિચારધારા ધરાવનારા વર્ગ માટે કંગના એવી સંજ્ઞાઓનું પ્રયોગ કરે છે) પોતાના કાકા જૅક સામે રડે અને મારું અકાઉન્ટ અસ્થાઇ રીતે પ્રતિબંધ કરાવી દીધું. તે લોકો મને ધમકાવી રહ્યા છે. મારું અકાઉન્ટ/ મારી આભાસી ઓળખ ક્યારે પણ દેશ માટે શહીદ થઈ શકે છે. પણ, મારા રી-લોડેડ દેશભક્ત સંસ્કરણ મારી ફિલ્મો દ્વારા વારં-વાર આવતા રહેશે. તમારું જીવન બરબાદ કરીને રાખી દઈશ."

આ પહેલા કંગનાએ સોમવારે એક ટ્વીટના જવાબમાં લખ્યું હતું કારણકે ભગવાન કૃષ્ણએ શિશુપાલની 99 ભૂલો માફ કરી દીધી હતી. પહેલા શાંતિ પછી ક્રાંતિ. તેના પછી કંગનાએ અંગ્રેજીમાં લખ્યું, - time to take their heads off... જય શ્રી કૃષ્ણ. કંગનાએ આ ટ્વીટ પર સ્પષ્ટતા પણ આપી હતી. તેમણે લખ્યું, "જો લિબ્રુ ડરના માર્યે મમ્મીના ખોળામાં રડી રહ્યા છે, તે આ પણ વાંચી લો. મેં તમારું માથું વાઢવા માટે નથી કહ્યું. એટલું તો હું પણ જાણું છું કે કીડા કે કૃમિ માટે પેસ્ટિસાઇડની જરૂર હોય છે."

કંગના અમેઝૉન પ્રાઇમની વેબ સીરિઝ તાંડવનો વિરોધ કરવાના સમર્થનમાં ટ્વીટ કરવાને લઈને ચર્ચામાં છે. તેણે ભાજપ નેતા કપિલ શર્માના ટ્વીટને રીટ્વીટ કરીને નિર્દેશક અલી અબ્બાસ ઝફર પર પણ હુમલો કર્યો છે.

ટ્વિટર પર કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે મોહિમ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે #SuspendKanganaRanaut ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ પહેલા કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગનાની ફિલ્મોની વાત કરીએ તો હાલ તે ધાકડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જે પહેલી ઑક્ટોબરના રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK