તાપસીના ફોટોશૂટ પર પ્રહાર કરતાં કંગનાએ કહ્યું...
તાપસી પન્નુનું તાજેતરમાં જ એક ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. કંગનાનું માનવું છે કે એ ફોટોશૂટમાં તેની કૉપી કરવામાં આવી છે. કંગનાના એક ફૅને કંગનાના જૂના અને તાપસીના હાલના ફોટોશૂટની સરખામણી કરીને ટ્વિટર પર શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે તાપસીએ હજાર વખત કંગનાની કૉપી કરી છે. આ ફૅનના ટ્વીટનો જવાબ આપતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું. તે મારી ખરી ફૅન છે, તેણે પોતાનું આખું જીવન મારી કૉપી કરવામાં પસાર કર્યું છે અને એ ખરેખર ખૂબ ઇમ્પ્રેસિવ છે. આમ પણ મારી જેમ કોઈ પણ ફીમેલ સુપરસ્ટાર પૉપ કલ્ચરને આગળ નથી લઈ જઈ શકી. મિસ્ટર બચ્ચન બાદ સૌથી વધુ મારી જ કૉપી કરવામાં આવે છે.’