રણવીર સિંહ, વિકી કૌશલ અને ભૂમિ પેડણેકરના કામ પર ફિદા છે કંગના રનોટ

Published: Dec 29, 2019, 12:38 IST | Mumbai

કંગના રનોટને આ વર્ષે ‘ગલી બૉય’ના રણવીર સિંહ, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં વિકી કૌશલ અને ‘સોનચિડિયા’માં ભૂમિ પેડણેકરનું કામ ખૂબ પસંદ પડ્યુ છે.

કંગના રનોટ
કંગના રનોટ

કંગના રનોટને આ વર્ષે ‘ગલી બૉય’ના રણવીર સિંહ, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં વિકી કૌશલ અને ‘સોનચિડિયા’માં ભૂમિ પેડણેકરનું કામ ખૂબ પસંદ પડ્યુ છે. વિકી કૌશલને તાજેતરમાં જ નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કંગનાને આ વર્ષે કોનું કામ પસંદ પડ્યુ છે એ વિશે ટ્‍‍વિટર પર તેની બહેન રંગોલી ચંડેલે ટ્વીટ કર્યું હતું કે ‘આ વર્ષ પૂરુ થવા આવ્યુ છે ત્યારે ઘણાં ખરા લોકોએ કંગનાનાં પર્ફોર્મન્સને બેસ્ટ કહ્યું છે. એથી મેં તેને પૂછ્યુ હતું કે તને કોનું કામ સારુ લાગ્યુ હતું? તેણે જવાબ આપ્યો હતો કે ભૂમિ પેડણેકરનાં કામની જોઈએ એટલી પ્રશંસા નથી કરવામાં આવી. ‘સોનચિડિયા’માં તેનું પર્ફોર્મન્સ અદ્ભુત હતું. સાથે જ તેણે મૃણાલ ઠાકુર અને રાધિકા મદનની વિશેષ પ્રશંસા પણ કરી હતી. તેણે કહ્યું હતું કે આ છોકરીઓ ખૂબ ટૅલન્ટેડ છે. આવનારા વર્ષોમાં તેમની પ્રતિભા ખૂબ ઝળકશે. છોકરાઓમાં કંગનાને લાગે છે કે સિદ્ધાંત ચતુર્વેદી, રણવીર સિંહ અને વિકી કૌશલનું કામ આ વર્ષે શાનદાર રહ્યુ છે. એથી તેમને શુભકામના.’

આ પણ વાંચો : કિયારા અડવાણીએ વરુણ ધવન અને ભૂમિ પેડણેકરની ફિલ્મને પાડી ના? જાણો વિગતો

કંગના અને તેનું કામ મને પસંદ છે : વરુણ

વરુણ ધવનને કંગના રનોટ અને તેનું કામ ખૂબ પસંદ છે. વરુણની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ અને કંગનાની ‘પંગા’ ૨૪ જાન્યુઆરીએ એક જ દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મોની ક્લૅશને લઈને વરુણને કોઈ પ્રકારની ચિંતા નથી. કંગનાની પ્રશંસા કરતા વરુણ ધવને કહ્યું હતું કે ‘કંગનાને હું ઘણાં વર્ષોથી ઓળખુ છું. હું તેનો અને તેનાં કામનો પ્રશંસક છું. અમારી બન્ને ફિલ્મો એક બીજાથી અલગ છે. આપણે જલદી જ ૨૦૨૦માં પ્રવેશવાનાં છીએ અને એથી આપણે ક્લૅશ જેવી કોઈ પણ બાબત પર ચર્ચા ન કરવી જોઈએ. આપણને શાંત રહીને આગળ વધવુ જોઈએ. જો લોકોને ઇચ્છા થશે તો તેઓ બન્ને ફિલ્મ જોવા જશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK