Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયલલિતા જેવી દેખાવા માટે કંગનાએ આ રીતે વધાર્યું વજન, લીધી આ દવાઓ...

જયલલિતા જેવી દેખાવા માટે કંગનાએ આ રીતે વધાર્યું વજન, લીધી આ દવાઓ...

25 November, 2019 05:40 PM IST | Mumbai Desk

જયલલિતા જેવી દેખાવા માટે કંગનાએ આ રીતે વધાર્યું વજન, લીધી આ દવાઓ...

જયલલિતા જેવી દેખાવા માટે કંગનાએ આ રીતે વધાર્યું વજન, લીધી આ દવાઓ...


બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'થલાઇવી'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ તામિલનાડૂની પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાના જીવન પર આધારિત છે. એવામાં ફિલ્મના પાત્ર એટલે કે જયલલિતા જેવા દેખાવ માટે અભિનેત્રીને ઘણી મહેનત કરવી પડી અને ચહેરાને જયલલિતા જેવો બનાવવા માટે કેટલાય આર્ટિસ્ટની મદદ લેવામાં આવી. તે કંગના રનૌતને ફિલ્મ માટે પોતાનું વજન પણ વધારવું પડ્યું.

આ ફિલ્મમાં જયલલિતાના જીવનના કેટલાય ફેઝ બતાવવામાં આવ્યા છે, જેમાં તેમના એક્ટ્રેસ કરિયરથી લઈને રાજનૈતિક જીવન સામેલ છે. એવામાં કંગનાને પહેલા એક્ટ્રેસવાળા ફેઝ માટે પાતળાં રહીને શૂટ કરવાનું હતું અને બીજા ફેઝમાં વજન વધારવું જરૂરી હતું. એવામાં કંગનાએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરી અને પોતાના વજન વધાર્યું.




ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની એક ખૂર પ્રમાણે, કંગનાએ આ પાત્ર માટે પોતાનું 6 કિલો વજન વધાર્યું હતું. સાથે જ તેને થાઈઝ અને બેલી ફેટ વધારવા માટે પણ ઘણી મહેનત કરવી પડી અને તેણે હોર્મોન પિલ્સનો પણ ઉપયોગ કર્યો. સાથે જ વજન વધારવા માટે કેટલીય વસ્તુઓ ખાવાની શરૂ કરી દીધી હતી. સાથે જ તેણે આ લૂકમાં આવવા માટે ડિફરેન્ટ પેડ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જેથી તેનો લૂક જયલલિતા જેવો થઈ શકે.


આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

જણાવીએ કે તેની ફિલ્મ થલાઈવીનો ફર્સ્ટ લૂક અને ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય કરી રહ્યા છે અને ફિલ્મ આવતાં વર્ષે 26 જૂનના રિલીઝ થસે. ત્રણ ભાષાઓમાં બનનારી આ ફિલ્મમાં કંગનાના લૂકની ઘણી ચર્ચા થઈ રહી છે અને તેના મેકઅપના પણ ઘણાં વખાણ પણ થઈ રહ્યા છે. કંગનાએ જયલલિતા જેવો ચહેરો બતાવવા માટે ચહેરા પર પ્રૉસ્થેટિક મેકઅપ કરાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 05:40 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK