Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રમોશન ઈવેન્ટમાં કંગના રનૌતનો પત્રકારો સાથે ઝઘડો, એકતા કપૂરે માગી માફી

પ્રમોશન ઈવેન્ટમાં કંગના રનૌતનો પત્રકારો સાથે ઝઘડો, એકતા કપૂરે માગી માફી

08 July, 2019 08:48 PM IST |

પ્રમોશન ઈવેન્ટમાં કંગના રનૌતનો પત્રકારો સાથે ઝઘડો, એકતા કપૂરે માગી માફી

પ્રમોશન ઈવેન્ટમાં કંગના રનૌતનો પત્રકારો સાથે ઝઘડો, એકતા કપૂરે માગી માફી


કંગના રનૌત અને રાજકુમાર રાવ કુમાર તેની આગામી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' લઈને આવી રહ્યા છે. કંગના રનૌત અને રાજ કુમારની ફિલ્મનું સોન્ગ 'ધ વખરા' રિલીઝ કરવામાં આવ્યું છે. 'ધ વખરા' સોન્ગના રિલીઝ ઈવેન્ટ પર કંગના અને રાજ કુમારે હાજરી આપી હતી. પ્રેસ કૉન્ફરન્સ માં જસ્ટિન રાવ નામના પત્રકાર સાથે કંગના રનૌત સાથે તુ તુ-મે મે થઈ હતી. કંગના જસ્ટિન રાવ સાથે 6-7 મિનિટ ઝઘડી હતી. રિપોર્ટને કંગનાએ કહ્યું હતું કે, 'જસ્ટિન તુ તો મારો દુશ્મન બની ગયો છે. ઘણી જ ખરાબ વાત લખે છે. કેટલી ગંદી ગંદી વાતો લખે છે. આટલું ગંદું કેવી રીતે વિચારી શકે છે'

જ્યારે પત્રકાર જસ્ટિન રાવે કંગનાને વચ્ચે રોકીને કહ્યું હતું કે, તેની પર આવો આરોપ લગાવવો યોગ્ય નથી તો કંગનાએ સામે કહ્યું હતું કે તો તારા માટે આવું કરવું યોગ્ય છે? કંગનાએ આગળ કહ્યું હતું, 'તું મારી ફિલ્મ 'મણિકર્ણિકા'ને લઈ ખરાબ બોલી રહ્યાં હતાં. મેં ફિલ્મ બનાવીને ભૂલ કરી છે? રાષ્ટ્રવાદ પર ફિલ્મ બનાવી તો તમે મને કટ્ટર રાષ્ટ્રવાદી મહિલા ગણાવી દીધી હતી.' 



પત્રકારે કહ્યું હતું, 'મેં 'મણિકર્ણિકા'ને લઈ કોઈ ટ્વીટ કરી નથી. જેના પર કંગનાએ કહ્યું હતું, 'હું તને મોકલીશ.' જવાબમાં પત્રકારે કહ્યું હતું, 'કંગના આ યોગ્ય રીતે નથી. તમે પાવરમાં હોવાને કારણે પત્રકારને ડરાવી શકો નહીં. જેની સ્પષ્ટતા કરતા કંગનાએ કહ્યું હતું, 'હું કોઈને ડરાવી રહી નથી. જેવી રીતે અહીંયા બધા એકબીજા સાથે વાત કરે છે, તેવી જ રીતે હું તારી સાથે વાત કરી રહું છું.' જો કે મામલાને ઠાળે પાડતા એકતા કપૂરે પત્રકારથી માફી માગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 08:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK