કંગના રણોતે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાંથી પાછી આવી છે. ઘરે પહોંચીને તે પોતાના ઘરની સાફ-સફાઇમાં લાગી ગઈ છે અને તેણે પોતાના ચાહકોને આની ઝલક પણ બતાવી રહી છે. તેણે પોતાના વૉર્ડ્રોબને અરેન્જ કરતી તસવીર પોસ્ટ કરી છે. આમ તો કંગનાના શૂઝનું કલેક્શન જોઇને તેની ફીમેલ ફેન્સને લાલચ જરૂર આવી શકે છે.
Ever since I have come home, been only cleaning cleaning and cleaning. They say what you own, owns you as well, after incessant cleaning of days I feel like a slave of my own possessions. Hopefully I will be done today and enter 2021 like a Queen 👑 pic.twitter.com/EYyq1DeUKI
— Kangana Ranaut (@KanganaTeam) December 31, 2020
કંગનાએ 2021 માટે કરી આ વિશ
કંગનાએ ટ્વિટર પર તસવીર પોસ્ટ કરી છે. આની સાથે જ તેણે કૅપ્શન આપ્યું છે, જ્યારથી ઘરે આવી છું ત્યારથી ફક્ત સફાઇ, સફાઇ અને સફાઇ જ કરી રહી છું. કહેવાય છે કે તમે વસ્તુઓના નહીં, વસ્તુઓ તમારી માલિક હોય છે. કેટલાય દિવસોની સફાઇ પછી એવું લાગે છે કે હું મારી જ વસ્તુઓની ગુલામ બની ગઈ છું. આશા છે કે આજે બધું થઈ જશે અને 2021માં રાણીની જેમ પ્રવેશ કરીશ.
આ પણ વાંચો : કંગના રણોતે મુંબઇ પહોંચતા જ કર્યા આ મંદિરોના દર્શન, જુઓ તસવીરો
મરાઠી લૂકમાં મંદિર પહોંચી હતી કંગના
હિમાચલથી પાછી આવ્યા પછી કંગના રણોત સિદ્ધિવિનાયક મંદિર પણ ગઈ હતી. ત્યાર બાદ પાપારાઝીને તેને જિમ સેશન પછી પણ જોઇ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જયાલલિતાની બાયૉપિક 'થલાઇવી'માં જોવા મળશે. આ સિવાય ફિલ્મ 'તેજસ'માં તે ફીમેલ પાયલટના રોલમાં પણ દેખાશે સાથે જ ફિલ્મ 'ધાકડ'ની પણ તૈયારી તે કરી રહી છે.
શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર
26th January, 2021 11:12 ISTમુંબઈમાં નવાં પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન: ઉદ્ધવ ઠાકરે આજે ઉદ્ઘાટન કરશે
26th January, 2021 10:57 ISTઆખરે ડ્રગ માફિયા આરિફ ભૂજવાલાની રાયગઢમાંથી ધરપકડ
26th January, 2021 10:55 ISTચાલો, બીએમસીના મુખ્યાલયની લટાર મારવા
26th January, 2021 10:34 IST