કંગના રણૌતે પોતાના પર પ્રતિબંધ મુકવા માટે મીડિયાને આપ્યો પડકાર

Published: Jul 11, 2019, 17:31 IST | મુંબઈ

કંગના રણૌતે મીડિયાને પોતાના પર પ્રતિબંધ મુકવા માટે પડકાર આપ્યો છે. તેણે એક વીડિયો પોસ્ટ કરી પત્રકારો વિશે ઘણું કહ્યું છે.

કંગના રણૌતે પોતાના પર પ્રતિબંધ મુકવા માટે મીડિયાને આપ્યો પડકાર
કંગના રણૌતે પોતાના પર પ્રતિબંધ મુકવા માટે મીડિયાને આપ્યો પડકાર

પત્રકારો સાથે થયેલા વિવાદ બાદ કંગના રણૌતે ગુરૂવારે એક વીડિયો શેર કરીને પત્રકારોને ખરી ખોટી સંભળાવી છે. સાથે મીડિયાને તેના પર પ્રતિબંધ મુકવાનો પડકાર આપ્યો છે.


કંગનાનો આ વીડિયો મેસેજ તેની બહેન અને મેનેજર રંગોલી ચંદેલે પોસ્ટ કર્યો છે. જેમાં તે કહે છે કે, "મફતનું જમવા માટે પહોંચી જાય છે પ્રેસ કોન્ફરન્સમાં. હું જાણવા માંગું છું કે શું ક્રાઈટેરિયા હોવો જોઈએ કે તમને ખુદને પત્રકાર કહી રહ્યા છો." સાથે તેણે એમ પણ કહ્યું કે, "હું તમને વિનંતી કરું છું કે આગળ વધો અને મારા પર પ્રતિબંધ મુકો. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં ચુલો સળગે."


સાત જુલાઈએ કંગનાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાની પ્રેસ ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી તેની ફિલ્મ મણિકર્ણિકા વિશે ખરાબ વાતો લખવા બદલ એક પત્રકાર પર વરસી પડી હતી. જે બાદ એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્સ ઑફ ઈન્ડિયાએ તેનો બોયકોટ કર્યો અને તેને મીડિયા કવરેજ કરવાનો ઈન્કાર કર્યો હતો.

જો કે ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરે પોસ્ટ કરીને આ મામલે માફી માંગી છે. પણ કંગના રણૌતની આ પોસ્ટને જોતા લાગે છે કે તે માફી માંગવાના મૂડમાં નથી.

 
 
 
View this post on Instagram

#JudgeMentallHaiKya ! Love and respect to all❤️🙏🏼

A post shared by Erk❤️rek (@ektaravikapoor) onJul 9, 2019 at 11:52pm PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK