Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ

શ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ

26 February, 2021 12:50 PM IST | Mumbai
Agencies

શ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ

શ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ

શ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ


કંગના રનોટનું માનવું છે કે શ્રીદેવી બાદ જો કોઈએ કૉમેડીમાં હાથ અજમાવ્યા હોય તો તે જ પહેલી ઍક્ટ્રેસ છે. તેની ‘તનુ વેડ્સ મનુ’ની રિલીઝને ૧૦ વર્ષ થયાં છે. આ ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે આર. માધવન પણ લીડ રોલમાં હતો. ફિલ્મ હિમાંશુ શર્માએ લખી હતી. આ ફિલ્મે તેની કરીઅરની દિશા બદલી નાખી હતી. એ વિશે ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું વિચિત્ર રોલ્સની અંદર ફસાઈ ગઈ હતી. આ ફિલ્મે તો મારી કરીઅરને નવી દિશા આપી હતી. સાથે જ કૉમેડી દ્વારા મેઇન સ્ટ્રીમમાં પણ મારી એન્ટ્રી થઈ હતી. ‘ક્વીન’ અને દત્તો સાથે મારું કૉમિક ટાઇમિંગ પણ વધુ સ્ટ્રૉન્ગ બન્યું હતું. એથી હું લેજન્ડરી શ્રીદેવીજી બાદ કૉમેડી કરનાર પહેલી ઍક્ટ્રેસ બની ગઈ છું. આનંદ એલ. રાય અને રાઇટર હિમાંશુ શર્માનો આ ફ્રૅન્ચાઇઝી માટે આભાર માનું છું. તેઓ જ્યારે મારી પાસે સ્ટ્રગલિંગ મેકર્સ તરીકે આવ્યા તો મને વિચાર આવ્યો કે હું તેમની કરીઅર બનાવી શકું છું, પરંતુ તેમણે મારી કરીઅર બનાવી નાખી હતી. કોઈ ન કહી શકે કે કઈ ફિલ્મ સફળ થશે અને કઈ નહીં. બધી નસીબની વાત છે. ખુશ છું કે મારું નસીબ તમે છો.’   


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 12:50 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK