બિહારમાં કિશોરીને જીવતી સળગાવવાના કેસમાં ન્યાયની અપીલ કરી કંગનાએ

Published: 19th November, 2020 21:43 IST | IANS | Mumbai

બિહારમાં ગુલનાઝ ખાતુનને જીવતી સળગાવવાના આરોપસર તેને ન્યાય મળે એવી વિનંતી કંગના રનોટે કરી છે. આ ઘટના 30 ઑક્ટોબરની છે જ્યારે છેડતીનો વિરોધ કરનાર ગુલનાઝ પર ચંદન રાય, વિનય રાય અને તેના દીકરા સતીશ રાયે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી.

કંગના રનોટ

75 ટકા દાઝી જનાર ગુલનાઝે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ ત્રણેયે મળીને તેને આગ ચાંપી હતી. 16 નવેમ્બરે આખરે ગુલનાઝે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે ચંદન રાયની ધરપકડ કરી છે. બે આરોપીઓ હજી પણ પકડમાં નથી આવ્યા. ગુલનાઝ પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણી દીકરીઓ સલામત નથી. દરરોજ આવા ભયંકર અને જઘન્ય અપરાધો થાય છે. લિબરલ્સને મારી વિનંતી છે કે તેઓ પીડિતોને અને અપરાધીઓને એક જ દૃષ્ટિકોણથી ન જુએ. તેમના ભાગલા તો ન પાડો. ચાલો સાથે મળીને અન્યાય વિરુદ્ધ એકત્રિત થઈએ. ગુલનાઝને ન્યાય આપો.’

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK