કામ્યા પંજાબીનાં આજે લગ્નઃ પીઠીની તસવીરોમાં ઝળક્યું તેજ

Published: Feb 10, 2020, 13:27 IST | Mumbai Desk | Mumbai

ટેલિવિઝનનો જાણીતો ચહેરો કામ્યા પંજાબી તેના મનના માણીગર સાથે આજે પ્રભુતામાં પગલાં માડી રહ્યો છે ત્યારે તેની ઉજવણીનો હિસ્સો બનીએ

ટેલિવિઝન એકટ્રેસ કામ્યા પંજાબી તેનો બૉયફ્રેન્ડ શલભ દાંગ સાથે આજે પરણી રહી છે. શલભ અને કામ્યાની પીઠીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર મુકાવા માંડી છે. પોતાના લગ્નની અપડેઇટ્સ કામ્યા જ ઇન્સ્ટા પર શેર કરી રહી છે. તેના ચહેરા પર લગ્ન જીવનમાં બંધાઇ રહી છેનો ઉત્સાહ અને ચમક સ્વાભાવિક રીતે જ દેખાઇ રહ્યા છે. ચાલો આપણે પણ કામ્યાના લગ્નનો હિસ્સો બનીએ, જોઇએ તેણે શું પહેર્યું, ક્યારે ખડખડાટ હસી પડી અને કોને વળગી પડી.  આ વીડીયોમાં પ્રસ્તુત છે તેની મહેંદી, તેના મિત્રો, તેના તૈયાર થવાની ક્ષણો અને તેના પરિવારની ઝલક. કેવી રીતે શરમાય છે કામ્યા જ્યારે તેના મનનો માણીગર શલભ તેના પરિવાર સાથે હળમળી રહ્યો છે, કોણ કોણ નાચી રહ્યું છે અહીંયા એ પણ જોઇએ.

 

 
 
 
View this post on Instagram

#shubhmangalkasha @shalabhdang @theglamweddingofficial #mehendikirasm

A post shared by Kamya Panjabi (@panjabikamya) onFeb 9, 2020 at 9:03pm PST

 વીડિયોમાં લગ્નનો માહોલ આબાદ ઝીલાય છે તો આ તસવીરોમાં પીઠીની બધી જ મોજીલી ક્ષણો કંડારાઇ છે. આછા પીળા રંગના ડ્રેસમાં શોભી રહેલી કામ્યા તેના પરિવારજનો સાથે ઉલ્લાસથી પોતાની પીઠીનો આનંદ લઇ રહી છે.

 

 
 
 
View this post on Instagram

#shubhmangalkasha #haldi @theglamweddingofficial @shalabhdang

A post shared by Kamya Panjabi (@panjabikamya) onFeb 9, 2020 at 4:12am PST

 તેના ઇન્સ્ટાગ્રામ પર તેણે પીઠીનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ઘરનો ઓચ્છવ આબાદ ઝડપાયો છે.

 

 
 
 
View this post on Instagram

#shubhmangalkasha @shalabhdang ❤️ @theglamweddingofficial #haldi

A post shared by Kamya Panjabi (@panjabikamya) onFeb 9, 2020 at 9:41am PST

 પીઠીમાં પારંપરિક પરિધામાં સજ્જ કામ્યાએ તેની સખીઓ સાથે લગ્નના બંધનમાં બંધાતા પહેલાં જે પાર્ટી કરી હતી તેની તસવીરો પણ મજાની છે. લગ્નની સિઝનમાં આ તસવીરો આપણને ટીપ્સ આપશે કે આપણે લગ્નમાં જશું ત્યારે કેવા તૈયાર થઇને જશું.

 

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK