Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kamya Punjabi Marriage Photos: કામ્યા-શલભના લગ્નની જુઓ તસવીરો

Kamya Punjabi Marriage Photos: કામ્યા-શલભના લગ્નની જુઓ તસવીરો

11 February, 2020 03:03 PM IST | Mumbai Desk

Kamya Punjabi Marriage Photos: કામ્યા-શલભના લગ્નની જુઓ તસવીરો

Kamya Punjabi Marriage Photos: કામ્યા-શલભના લગ્નની જુઓ તસવીરો


બિગબૉસ 7ની એક્સ કોન્ટેસ્ટન્ટ અને જાણીતી ટેલિવીઝન અભિનેત્રી કામ્યા પંજાબી અને તેનો બૉયફ્રેન્ડ શલભ દાંગ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તાજેતરમાં જ તેના સગપણ, હલ્દી, મેહંદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયર થઈ રહી છે એવામાં ચાહકોને લગ્નની તસવીરો પણ જોવા મળે તેવી આશા હોય છે. તો ચાહકોની આશા પૂરી થઇ છે અને કામ્યાના લગ્નની તસવીરો પણ સામે આવી ગઈ છે.




દરેક દુલ્હનની જેમ કામ્યાએ પણ લગ્નમાં લાલ કલરનો લહેંગો પહેર્યો છે જેની સાથે તેણે ગોલ્ડ બ્લાઉઝ કૅરી કર્યો હતો. તો શલભે ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે. જેની સાથે તેણે ક્રીમ કલરની પાઘડી પહેરી છે. આ આઉટફિટની સાથે શલભે લાલ કલરની ઓઢણી કૅરી કરી છે. બન્નેના લગ્નની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં બન્ને એકબીજાને વરમાળા પહેરાવતાં દેખાય છે.


 
 
 
View this post on Instagram

#kamyapunjabi at her wedding today morning. Congratulations ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onFeb 10, 2020 at 1:50am PST

આ પહેલા અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હલ્દીસ મેહંદી અને સગપણની તસવીરો શૅર કરી હતી, જેમાં તે આખા પરિવાર સાથે એન્જૉય કરતી દેખાઇ રહી હતી. હલ્દીની તસવીરોમાં કામ્યા પોતાના સંપૂર્ણ પરિવાર સાથે હાજર હતી અને તેને હલ્દી લાગેલી હતી. આ સિવાય કામ્યાની મેહંદી ફંક્શનનો વીડિયો પણ શૅર કર્યો જેમાં તે પોતાના મિત્ર અને પતિ શલભ સાથે મસ્તીમાં ડાન્સ કરતી પણ દેખાય છે.

આ પણ વાંચો : કામ્યા પંજાબીનાં આજે લગ્નઃ પીઠીની તસવીરોમાં ઝળક્યું તેજ

જણાવીએ કે કામ્યાના આ બીજા લગ્ન છે, કામ્યાએ વર્ષ 2003માં બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને 9 વર્ષની દીકરી આરા છે. પતિ સાથે તાલમેલ ન હોવાથી કામ્યાએ તેને વર્ષ 2013માં ડિવૉર્સ આપી દીધા, જેના પછી તેણે ફરી બીજા લગ્ન કર્યા.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 03:03 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK