Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેટ પર મૃત્યુ પામેલાઓના પરિવારને કમલ હાસન કરશે 1-1 કરોડની મદદ

સેટ પર મૃત્યુ પામેલાઓના પરિવારને કમલ હાસન કરશે 1-1 કરોડની મદદ

20 February, 2020 07:13 PM IST | Chennai
Mumbai Desk

સેટ પર મૃત્યુ પામેલાઓના પરિવારને કમલ હાસન કરશે 1-1 કરોડની મદદ

સેટ પર મૃત્યુ પામેલાઓના પરિવારને કમલ હાસન કરશે 1-1 કરોડની મદદ


કમલ હાસનની ફિલ્મના ઇન્ડિયન 2ના સેટ પર થયેલા એક્સિડન્ટમાં ત્રણ જણાનું મૃત્યુ થયું. કમલ હસને એ મૃતકોના પરિવારને પ્રતિ કુટુંબ એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. 




 એએનઆઇ અનુસાર કમલ હસને કહ્યું કે જે ઘટના ઘટી તે બહુ કમનસીબ છે જેમાં અમે અમારા ત્રણ મિત્રોને ખોયા. આ ઘટનામાં જેટલા પણ લોકોનો જીવ ગયો છે તેમના કુટુંબને હું એક એક કરોડની આર્થિક સહાય કરીશ કારણકે તેઓ બધા જ ગરીબ કુટુંબના હતા. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે અમારે જરૂરી પગલાં ઉપાડવા જ પડશે. આ ઘટનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ જણા મૃત્યુ પામ્યા, દસ જણા ઘાયલ થયા. ચૈન્નઇમાં આ ઘટના બુધવારે રાત્રે થઇ હતી જ્યારે ફિલ્મ સેટ બની રહ્યો હતો.  અચાનક જ ક્રેન પડી અને 29 વર્ષનો મધુ, 34 વર્ષનો કૃષ્ણા અને સ્ટાફર ચંદ્રન જે 60 વર્ષનાં હતા તેમનું મૃત્યુ થયું.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 07:13 PM IST | Chennai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK