બેબી બમ્પ સાથે કલ્કિની નવી તસવીરો, માતા બનવા માટે કરે છે આ તૈયારીઓ

Published: Oct 24, 2019, 20:39 IST | મુંબઈ ડેસ્ક

કલ્કિએ પોતાની કેટલીક તસવીરો બેબી બમ્પ સાથે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

બોલીવુડ એક્ટ્રેસ કલ્કિ કનમાનીઓ તાજેતરમાં જ ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. કલ્કિએ જણાવ્યું કે તે બૉયફ્રેન્ડ ગાય હર્શહર્ગ સાથે પ્રેગ્નેન્ટ છે. આ વાતનો ખુલાસો કરતી વખતે કલ્કિ 5 મહિનાથી પ્રેગ્નેન્ટ હતી. આ વખતે તે પ્રેગ્નેન્સીને એન્જૉય કરી રહી છે.

કલ્કિએ પોતાની કેટલીક તસવીરો બેબી બમ્પ સાથે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. લેટેસ્ટ તસવીરમાં કલ્કિ વન શોલ્ડર બ્લૂ ડ્રેસમાં ખૂબ જ એલિગેન્ટ દેખાય છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે, "અંદર અને બહારથી વધવું. આ બેલી કેટલી વધી શકે છે અને પોતાની અંદર વિશે હું કેટલું ઓછું જાણું છું, હું આને લઈને અચંબિત છું. પોતાને સ્વસ્થ રાખવા માટે હું કેટલું બધું શીખી રહી છું. આ વિશે હવે હું વધારે જાગૃત છું."

એક અન્ય તસવીરમાં કલ્કિએ લૂઝ ફિટીંગ ધરાવતો ગાઉન પહેર્યો છે. તેની સાથે તેણે જણાવ્યું કે આ મૉમવાળી ડ્રેસ છે. કલ્કિએ 2011માં ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્ન વધુ ન ટક્યા અને ત્યારથી કલ્કિ સિંગલ છે.

કલ્કિ પ્રેગ્નેન્સીના આ સમયને દરેક પળને લઇને ઉત્સાહિત દેખાય છે. તેણે લખ્યું કે, "મિત્રોનું મદદ કરવું, મોડી રાતે પણ મારી માટે જમવાનું લઇને આવવું, કારણકે મારું ફ્રિજ ખાલી છે. અજાણ્યા લોકોનું મારી સૂટકેસ ઊંચકવું. મારા પાર્ટનરનું મારા કપડાં ધોવું. હું મને ખુશનસીબ સમજું છું."

એચટી બ્રંચ સાથે વાતચીત દરમિયાન કલ્કિએ કહ્યું હતું કે તે પોતાના બાળકને ગોવામાં જન્મ આપવા માગે છે. કલ્કિ વૉટર ડિલીવરી પ્રૉસેસમાંથી પસાર થવા માગે છે. કલ્કિના બૉયફ્રેન્ડ ગાય પિયાનિસ્ટ છે અને તેનો મોટા ભાગનો સમય તેનું સંગીત સાંભળવામાં પસાર થાય છે. આ સિવાય વૉક અને યોગા પણ કલ્કિની દિનચર્યાનો ભાગ છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ખાસ વાત એ છે કે કલ્કિએ મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટાડી દીધો છે. ઇન્ડિયા ટુડેમાં આવેલી માહિતી પ્રમાણે, કલ્કિનો જન્મ પપણ વૉટર બર્થિંગ દ્વારા થયો હતો. તેથી તે પોતાના બાળકને જન્મ આપવા માટે પણ આ જ પ્રક્રિયા અપનાવવા માગે છે. કલ્કિ ઝી5ની ઓરિજીનલ સીરીઝ બ્રેમમાં જોવા મળી હતી. આ પહેલા તેણે ઝોયા અખ્તરની વેબસીરીઝ મેડ ઇન હેવનમાં એક પાત્ર ભજવ્યું હતું, જે એમેઝોન પ્રાઇમ પર પણ આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK