Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kalank box office collection:પહેલા દિવસે આટલી કરી કમાણી

Kalank box office collection:પહેલા દિવસે આટલી કરી કમાણી

18 April, 2019 11:00 AM IST |

Kalank box office collection:પહેલા દિવસે આટલી કરી કમાણી

ફિલ્મનું એક દ્રશ્ય

ફિલ્મનું એક દ્રશ્ય


કરણ જોહરની ડ્રીમ પ્રોજેક્ટ અને અભિષેક વર્મને ડિરેક્ટ કરેલી આ વર્ષની અત્યાર સુધીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કલંક બુધવારે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મના રિવ્યુ ભલે સારા ન હોય પરંતુ પહેલા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસને છલકાવી દીધી છે. ફિલ્મ રિલીઝ થતા પહેલા નિષ્માતોએ સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહાની આ ફિલ્મ 20 કરોડ જેટલું કલેક્શન મેળવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

અને ફિલ્મે ખરાબ રિવ્યુ છતાંય આ આંકડો ક્રોસ કરી દીધો છે. કલંકે પહેલા દિવસે 21.60 કરોડનું કલેક્શન કર્યું છે. 2019માં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાં આ સૌથી વધુ કલેક્શન છે. વરુણ ધવન અને આલિયા ભટ્ટની માટે પણ કલંક પહેલા દિવસે હાઈએસ્ટ કલેક્શન કરનાર ફિલ્મ બની છે.



2019માં અત્યાર સુધી ગલી બોય, કેસરી સારું પ્રદર્શન કરી ચૂકી છે. અનુરાગ સિંહની કેસરીએ પહેલા દિવસે 21.06 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો ઝોયા અખ્તરની ગલી બોયે પહેલા દિવસે 19.40 કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં ઈન્દ્ર કુમારની ટોટલ ધમાલ પણ છે. koimoiના રિપોર્ટ પ્રમાણે ટોટલ ધમાલે પહેલા દિવસે 16.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


ઉલ્લેખનીય છે કે કલંક મહાવીર જયંતીના દિવસે રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મને દેશભરમાં રજાનો પણ લાભ મળ્યો છે. હવે ફિલ્મ પાસે લોંગ વીક એન્ડ છે. શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે. પાછળ શનિ રવિની રજા છે. ત્યારે ફિલ્મ હજી વધુ કમાણી કરી શકે છે.

આ પણ વાંચોઃ Kalank Movie Review:ભારતીય સિનેમા પર 'કલંક', વાંચો RJ Harshilનો રિવ્યુ


ઈન્ટરનેશનલ લેવલ પર પણ કલંકને 2019નું હાઈએસ્ટ કલેક્શન કર્યું છે. આ લિસ્ટમાં કલંકે પદ્માવત અને દંગલને પાછળ છોડી છે. યુકેમાં ફિલ્મે 1,41,000 GBPની કમાણી કરી ચૂકી છે. ઓઓસ્ટ્રેલિયામાં ફિલ્મને 1,28,000 AUDની કમાણી કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ કલંકને નેગેટિવથી લઈને એવરેજ જેવા મિક્સ રિવ્યુ મળ્યા છે. ત્યારે હવે ફિલ્મ ઓડિયન્સની માઉથ પબ્લિસિટી પર જ આધારિત કમાણી કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2019 11:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK