kalank Box Office Colletion : કલંક ચાહકોના મન પર રાજ કરવામાં અસફળ રહી

Apr 19, 2019, 17:53 IST

કલંક બોક્સ ઑફિસ કલેક્શન : પહેલા દિવસે રેકૉર્ડ મેકિંગ કમાણી બાદ કલંક બીજા દિવસે ખાસ કમાણી કરી શકી નથી.

kalank Box Office Colletion : કલંક ચાહકોના મન પર રાજ કરવામાં અસફળ રહી
કલંક

કલંકે ફિલ્મે પહેલા દિવસે રેકોર્ડ 21 કરોડની કમાણી કરી

કરણ જોહરની ફિલ્મ 'કલંક'એ પહેલા દિવસે જબરજસ્ત કમાણી કરી છે. ફિલ્મ 17 એપ્રિલના રિલીઝ થઇ અને પહેલા જ દિવસે ફિલ્મે 21 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. જો કે ફિલ્મને લઇને ફેન્સમાં જેટલો ઉત્સાહ હતો, ફિલ્મ તેમની આશાઓ પર ખરી ઉતરી નથી. તો ફિલ્મ ક્રિટિક્સે પણ 'કલંક'ને સારા રિવ્યૂઝ આપ્યા નથી. છતાં 'કલંક'એ પહેલા દિવસે જબરજસ્ત કમાણી કરી છે.

બીજા દિવસે કલંકનો જાદુ ઓસરી ગયો

બીજા દિવસે ફિલ્મનો કોઇ ખાસ જાદુ લોકો પર ચાલ્યો નહી. બૉક્સ ઑફિસ ઇન્ડિયાની રિપોર્ટ જોઇએ તો ફિલ્મે બીજા દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે લગભગ 33 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી શકી છે. બીજા દિવસે ફિલ્મની ગતિ ધીમી થવી કરણ જોહર માટે ચિંતાજનક વાત થઇ શકે છે.

આ પણ વાંચો : ફાઈનલી 19 વર્ષ બાદ શરૂ થશે 'હેરા ફેરી', પાછા ફરશે બાબુરાવ 1

જણાવીએ કે કલંકનું નિર્દેશન અભિષેક વર્મને કર્યું છે. ફિલ્મમાં વરુણ ધવન, આલિયા સિવાય સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિન્હા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. કરણ જોહરે આ ફિલ્મ પ્રૉડ્યુસ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK