દુર્ગા પંડાલમાં માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા બોલીવુડ સિતારા

Published: Oct 07, 2019, 18:08 IST | મુંબઈ ડેસ્ક

જ્યાં અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલ પોતાના દીકરા યુગ સાથે અને અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે એક દુર્ગા પંડાલમાં મસ્તી કરતાં જોવા મળ્યા.

રાની મુખર્જી અને કાજોલ દુર્ગા પંડાલમાં
રાની મુખર્જી અને કાજોલ દુર્ગા પંડાલમાં

વર્ષ 2001માં આવેલી ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની સ્ટારકાસ્ટને 19 વર્ષ પછી એક સાથે મહાઅષ્ટમીના દિવસે દુર્ગાપંડાલમાં જોવા મળી. જ્યાં અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલ પોતાના દીકરા યુગ સાથે અને અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે એક દુર્ગા પંડાલમાં મસ્તી કરતાં જોવા મળ્યા.

 
 
 
View this post on Instagram

Beautiful festival which brings back families together ❤ #kajoldevgan #ranimukerji #durgapuja #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 6, 2019 at 5:59am PDT

પણ સૌથી વધુ વાત કાજોલ અને રાની મુખર્જીને લઈને થઈ રહી છે કારણકે એક સમયે બન્ને બહેનો એકબીજાને જોવાનું પસંદ નહોતી કરતી, જ્યારે પણ એકબીજાને મળે તો વાત કર્યા વગર જ એકબીજાને ઇગ્નોર કરીને ટાળી દેતી હતી. પણ દુર્ગા પંડાલમાં બન્નેના મિલનને જોઈને એવું લાગતું હતું કે બન્ને વચ્ચે એવો કોઇ જ વિવાદ ક્યારે હતો જ નહીં. બન્ને ટિપિકલ બંગાળી સાડીઓમાં જોવા મળી.

 
 
 
View this post on Instagram

today for #durgapuja #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 6, 2019 at 4:44am PDT

સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે દુર્ગા પૂજા પંડાલમાં કાજોલ દીકરા યુગ સાથે દેખાય છે. તો તેની કઝિન રાની મુખર્જી, શરબાવી મુખર્જી અને અયાન મુખર્જી પણ હાજર હતા.

 
 
 
View this post on Instagram

Bring them together is amazing 👍❤ #ranimukerji #kajoldevgan today for #durgapuja #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 6, 2019 at 3:54am PDT

દરમિયાન કાજોલે પીળા કલરની સાડી , અને રાની તેમજ શરબાનીએ લાલ કલરની સાજી પહેરી હતી. કાજોલમા દીકરાએ પણ પીળો કુર્તો અને વાઇટ પાયજામો પહેર્યો હતો તો અયાન મુખર્જી લાલ કુર્તા અને વાઇટ પાયજામા સાથે ક્રીમ કલરની જેકેટમાં જોવા મળ્યો.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

જણાવીએ કે કાજોલ અને રાની કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં એકસાથે કામ કરી ચૂકી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાની મુખર્જીની આગામી ફિલ્મ મર્દાની 2 છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK