Kajal Aggarwal: 'સિંઘમ' અભિનેત્રી કાજલ અગ્રવાલ કરશે લગ્ન,કોણ છે દુલ્હો?

Published: 5th October, 2020 20:50 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કાજલ મુંબઇમાં લગ્ન કરશે. લગ્નના ફંક્શન બે દિવસ ચાલશે અને આમાં ફક્ત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

સાઉથ ઇન્ડિયન સિનેમાની ચર્ચિત અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)ને લઈને ચર્ચાઓ છે કે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે. કાજલના વુડ બી પાર્ટનર એક બિઝનેસમેન છે. કાજલ તરફથી આ અંગે પુષ્ઠિ કરવામાં આવી નથી, પણ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંઘમ (Singham Actress) અભિનેત્રી ટૂંક સમયમાં જ પોતાનું સ્ટેટસ સિંગલમાંથી મિંગલ કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કાજલ મુંબઇમાં લગ્ન કરશે. લગ્નના ફંક્શન બે દિવસ ચાલશે અને આમાં ફક્ત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. કાજલના થનાર દુલ્હાનું નામ ગૌતમ કિચલૂ છે, જે એક બિઝનેસમેન અને ઇન્ટીરિયર ડિઝાઇન્સ કળાના શોખીન અને પ્રશંસક છે. વેડિંગ સૂત્રના રિપોર્ટ પ્રમાણે, આ અરેન્જ્ડ લવ મેરેજ હશે. ગૌતમ સાથે કાજલની સગાઇ થઈ ગઈ છે.

ઇન્ટરનેટ પર વાયરલ થતા આ સમાચારની પુષ્ઠિ હજી કાજલ તરફથી કરવામાં નથી આવી. જો કે, સોમવારે સાંજે કાજલે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી, જેમાં બ્લેક બૅકગ્રાઉન્ડ પર એક દિલનો આકાર બનેલો છે. આની સાથે કાજલે કંઇપણ લખ્યું નથી, ફક્ત એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે. કેટલાક ચાહકોએ તો કાજલને વધામણી પણ આપી દીધી છે.

 
 
 
View this post on Instagram

🤍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onOct 5, 2020 at 5:19am PDT

કાજલે 2004માં આવેલી ફિલ્મ 'ક્યોં હો ગયા ના' દ્વારા બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. વિવેક ઑબરૉય અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મમાં તેણે ઐશ્વર્યાની બહેનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. તેના પછી કાજલ સાઉથની ફિલ્મોમાં જોડાઇ. તેણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યું. તામિલ ભાષાની ફિલ્મો પણ કરી. દક્ષિણ ભારતમાં કાજલની ફૅન ફૉલોઇંગ જબરજસ્ત છે.

2011માં કાજલે રોહિત શેટ્ટીની કૉપ એક્શન ડ્રામા 'સિંઘમ'થી બોલીવુડમાં અજય દેવગન સાથે કમબૅક કર્યું. ત્યાર પછી 2013ની ફિલ્મ 'સ્પેશિયલ 26'માં તે અક્ષય કુમાર સાથે જોવા મળી. કાજલની છેલ્લી હિન્દી ફિલ્મ 'દો લફ્જો કી કહાની' છે, જેમાં રણદીપ હુડ્ડા લીડ રોલમાં હતો. હવે સંજય ગુપ્તાની 'મુંબઇ સાગા'માં કાજલ ફીમેલ લીડ રોલમાં દેખાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK