૩૦ ઑક્ટોબરે લગ્ન કરી રહી છે કાજલ અગરવાલ

Published: 7th October, 2020 20:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

‘સિંઘમ’ અને ‘સ્પેશ્યલ ૨૬’ જેવી ફિલ્મોમાં કામ કરનાર કાજલે ઇન્સ્ટાગ્રામની નોટમાં લખ્યું હતું, ‘મેં હા પાડી દીધી છે.

કાજલ અગરવાલ
કાજલ અગરવાલ

સાઉથની ફિલ્મો અને બૉલીવુડમાં પણ કામ કરનારી કાજલ અગરવાલ ૩૦ ઑક્ટોબરે લગ્ન કરી રહી છે. તે મુંબઈમાં ઑન્ટ્રપ્રનર ગૌતમ કિત્ચ્લુ સાથે લગ્ન કરી રહી છે. આ સમાચાર તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને આપ્યા હતા. ‘સિંઘમ’ અને ‘સ્પેશ્યલ ૨૬’ જેવી ફિલ્મોમાં કામ કરનાર કાજલે ઇન્સ્ટાગ્રામની નોટમાં લખ્યું હતું, ‘મેં હા પાડી દીધી છે. ૨૦૨૦ની ૩૦ ઑક્ટોબરે હું મુંબઈમાં ગૌતમ કિત્ચ્લુ સાથે લગ્ન કરી રહી છું એ વિશે તમને જણાવતાં ખૂબ ખુશી થાય છે. આ એક પ્રાઇવેટ સેરેમની હશે જેમાં ફક્ત નજીકના લોકોને જ બોલાવવામાં આવશે. આ લૉકડાઉનને કારણે આપણા જીવનની ખુશી જતી રહી હતી, પરંતુ હવે અમારા જીવનની નવી શરૂઆત સાથે કરવાથી હું ખૂબ ઉત્સાહી છું. મને વર્ષોથી પ્રેમ અને સપોર્ટ આપવા બદલ તમારો આભાર, પરંતુ હવે અમને તમારા આશીર્વાદની પણ જરૂર છે, કારણ કે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. મને હંમેશાં જે પસંદ છે એ એટલે કે દર્શકોને એન્ટરટેઇનમેન્ટ કરાવવું એ હું હંમેશાં કરાવતી રહીશ. તમારા સપોર્ટ બદલ આભાર.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK