કાજલ અગ્રવાલે દુલ્હન બનતાં પહેલાં શૅર કરી આ તસવીર

Published: 30th October, 2020 19:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

તસવીર સૌજન્યઃ કાજલ અગ્રવાલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ કાજલ અગ્રવાલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

કાજલ અગ્રવાલ મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. ગઈ કાલે 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

 
 
 
View this post on Instagram

Calm before the storm 🤍#kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onOct 30, 2020 at 2:59am PDT

કાજલે લગ્ન પહેલા એક સ્પેશિયલ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી અને કેપ્શન આપી, તોફાન પહેલાંની શાંતિ.

 
 
 
View this post on Instagram

#kajgautkitched 💛

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onOct 29, 2020 at 4:13pm PDT

કાજલ અગ્રવાલ હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી. કાજલ અગ્રવાલે મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો. જ્યારે મહેંદી સેરેમનીમાં કાજલ ગ્રીન પ્રિન્ટેડ સલવાર કમીઝમાં હતી અને બંને હાથમાં મહેંદી હતી.

 
 
 
View this post on Instagram

🧿 #kajgautkitched 🧿

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onOct 28, 2020 at 6:00pm PDT

થોડાં સમય પહેલા કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, 'આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે, પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.'

 
 
 
View this post on Instagram

♾🙏🏻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onOct 5, 2020 at 10:56pm PDT

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK