Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર સિંહઃ શાહિદ કપૂરનું તુજે ચાહને લગે વ્યક્ત કરે છે પ્રેમની ગાથા

કબીર સિંહઃ શાહિદ કપૂરનું તુજે ચાહને લગે વ્યક્ત કરે છે પ્રેમની ગાથા

31 May, 2019 03:56 PM IST | મુંબઈ

કબીર સિંહઃ શાહિદ કપૂરનું તુજે ચાહને લગે વ્યક્ત કરે છે પ્રેમની ગાથા

તસવીર સૌજન્યઃ યુટ્યુબ

તસવીર સૌજન્યઃ યુટ્યુબ


કબીર સિંહના મેકર્સે ફિલ્મનું બીજું ગીત રીલિઝ કર્યું છે. જે છે તુજે ચાહને લગે. આ સોન્ગમાં શાહિદ કપૂર એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ શાહિદ કપૂર ક્લીન-શેવના અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે. ગીતને મિથુને લખ્યું છે અને કંપોઝ કર્યું છે.

શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર આ ગીતની રિલીઝની જાહેરાત કરી. ફિલ્મના સેટ પરના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે શાહિદ કપૂર આ ફિલ્મમાં આ ગીતમાં સૌથી વધુ સારો લાગી રહ્યો છે. ફિલ્મમાં મોટા ભાગે શાહિદ લાંબા વાળ સાથેને લૂકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના મેકર્સને આશા છે કે શાહિદનો આ લૂક લોકોને પસંદ આવશે.




તુજે ચાહને લગે પહેલા બેખયાલી ગીત રીલિઝ કરવામાં આવ્યું હતું. જે કબીર સિંહના ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે. બેખયાલીમાં શાહિદના પાત્રનો ગુસ્સો અને હ્રદયભંગને બતાવવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' નવી મુસીબતમાં! કોર્ટમાં પહોંચ્યો મામલો

કબીર સિંહ ટી-સીરિઝ અને સિનેવન સ્ટુડિયોના પ્રોડક્શનમાં બનેલી છે. જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી છે. ફિલ્મને સંદીપ રેડ્ડી વાન્ગાએ ડાયરેક્ટ કરી છે અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ જૂન 21ના દિવસે રીલિઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 03:56 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK