Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ, દેખાઈ શાહિદના લૂકની ઝલક

કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ, દેખાઈ શાહિદના લૂકની ઝલક

06 April, 2019 05:27 PM IST |

કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ, દેખાઈ શાહિદના લૂકની ઝલક

કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ

કબીર સિંહનુ ટીઝર પોસ્ટર રિલીઝ


બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. શાહિદ કપૂરે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. કબીર સિંહનું પોસ્ટર શૅર કરતા શાહિદ કપૂરે કેપ્શન આપ્યું હતું કે, 'તમારી અંદરના કબીર સિંહને શોધો.' આ પોસ્ટરમાં શાહિદ કપૂરનો ચહેરો નથી દેખાઈ રહ્યો પરંતુ આ પોસ્ટરથી તેમના લૂકનો અંદાજ આવી જાય છે.

પોસ્ટરમાં શાહિદનો વિખરેલા વાળા સાથે મોઢામાં 2 સિગરેટ દબાયેલો જોવા મળે છે. પોસ્ટરમાં તેના ગળામાં સ્ટેથોસ્કોપ પણ દેખાઈ રહ્યું છે. આ ફિલ્મ તેલુગૂ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. રિમેકના લોગોને ઓરિજિનલ ફિલ્મના જેવો રાખવામાં આવ્યો છે. કબીર સિંહની હિન્દી રિમેકને પણ સંદીપ વાંગા ડિરેક્ટ કરી રહ્યા છે તેમણે તેલુગૂ ફિલ્મને ડિરેક્ટ કરી હતી.



 


આ પણ વાંચો: જાણો પૌત્રી આરાધ્યા કેમ હેરાન કરે છે દાદા અમિતાભ બચ્ચનને

 


કબીર સિંહ એક મેડિકલ સર્જનની સ્ટોરી છે જેની ગર્લફ્રેન્ડના લગ્ન તેના પરિવારના લોકો કોઈ અન્ય છોકરા સાથે કરાવી દે છે. ત્યારબાદ મેડિકલ સર્જન એટલે કે શાહિદ કપૂર પોતાની જાતને ખતમ કરવાના રસ્તા પર ચાલે છે અને અજીબોગરીબ કામોમાં મશગુલ થઈ જાય છે.ફિલ્મમાં શાહિદની સાથે સાથે કિયારા આડવાણી કો-સ્ટાર તરીકે જોવા મળશે. પોસ્ટર રિલીઝ થતાની સાથે જ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે જોવાનું રહેશે ફિલ્મ લોકોને કેટલી ઉત્સાહિત કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 05:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK