Kabir Singh Box Office Collection:બની 2019ની સૌથી મોટી ફિલ્મ

મુંબઈ | Jul 08, 2019, 17:51 IST

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર તો જબરજસ્ત પર્ફોમ કરી રહી છે, તો વિદેશી બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ ગદર મચાવી રહી છે.

Kabir Singh Box Office Collection:બની 2019ની સૌથી મોટી ફિલ્મ

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર તો જબરજસ્ત પર્ફોમ કરી રહી છે, તો વિદેશી બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ ગદર મચાવી રહી છે. ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે કબીર સિંહે ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત સફળતા મેળવી છે. અહીં ફિલ્મ ટૂંક સમયમાં જ એક મિલિયન ડૉલરનો આંક પાર કરવાની છે. ઓસ્ટ્રેલિયામાં કબીરસિંહે સલમાન ખાનની ભારત અને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકને પણ પાછળ છોડી દીધી છે.

ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના કહેવા પ્રમાણે કબીર સિંહ ઓસ્ટ્રેલિયામાં લગભગ 9,59,994 ડૉલરનો બિઝનેસ કરી ચૂકી છે, જ્યારે બીજા સ્થાને ગલી બોય છે, જેણે 9,44,974 ડૉલરનો બિઝનેસ કર્યો હતો. ત્રીજા નંબરે ઉરી છે, જે 8,87,921 ડૉલરનો બિઝનેસ કરી ચૂકી છે. ચોથા નંબરે સલમાન ખાનની ભારતે 8,52,506 ડૉલરનું કલેક્શન કર્યું છે. તો પાંચમા નંબરે આ વર્ષની સૌથી ડિઝાસ્ટર ફિલ્મોમાંની એક લંક સામેલ છે, જેણે 8,34,037 ડૉલરનું કલેક્શન કર્યું છે.

ભારતમાં કબીર સિંહ 2019ની સૌથ સફળ ફિલ્મોમાં પહેલાથી જ સામેલ છે. આશા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં જ વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકના કલેક્શનને પણ પાછળ છોડી દેશે. ઉરીએ લગભગ 245 કરોડ જમા કર્યા હતા. ઉરીને પાછળ છોડવાની સાથે જ કબીર સિંહ ફર્સ્ટ હાફમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી વધુ નેટ કલેક્શન કરનારી ફિલ્મ બની શકે છે. કબીર સિંહે રિલીઝના માત્ર 16 દિવસમાં જ 226 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK