Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર મળીને બનાવશે માય મેલબર્ન

કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર મળીને બનાવશે માય મેલબર્ન

07 July, 2020 09:45 PM IST | Mumbai Desk
Agencies

કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર મળીને બનાવશે માય મેલબર્ન

કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર

કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર


ફિલ્મમેકર્સ કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, રીમા દાસ અને ઓનીર સાથે મળીને ‘માય મેલબર્ન’ફિલ્મ બનાવવાનાં છે. તેઓ અલગ-અલગ શૉર્ટ ફિલ્મ્સ બનાવવાનાં છે. આ ફિલ્મમેકર્સ જાતિવાદ, શારીરિક અક્ષમતા, સેક્સ્યુઅલિટી અને જેન્ડર જેવા વિષયો પર શૉર્ટ ફિલ્મ્સ બનાવશે. આ તમામ શૉર્ટ ફિલ્મને એક ફિલ્મમાં પરિવર્તિત કરવામાં આવશે અને એનું નામ ‘માય મેલબર્ન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને આવતા વર્ષે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે કબીર ખાને કહ્યું હતું કે ‘અમારા ડાયલૉગની વિવિધતા એ છે કે એ વર્તમાન સમયની દરકારને દેખાડે છે. આ મહામારી બાદ વિશ્વ એકબીજાની સાથે અડીખમ રહે એ અગત્યનું છે. આ વાઇરસે આપણને દરેક વસ્તુની નિરર્થકતા દેખાડી છે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ને આપેલી તકથી હું ખૂબ ખુશ છું. એ અનુભવ લેવા માટે હું ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 09:45 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK