Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > કાલી કુહી ડર અને પ્રેમને દેખાડતી સ્ટોરી છે: શબાના આઝમી

કાલી કુહી ડર અને પ્રેમને દેખાડતી સ્ટોરી છે: શબાના આઝમી

18 October, 2020 07:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાલી કુહી ડર અને પ્રેમને દેખાડતી સ્ટોરી છે: શબાના આઝમી

શબાના આઝમી

શબાના આઝમી


શબાના આઝમીનું કહેવું છે કે તેમની આવનારી ફિલ્મ થ્રિલર-ડ્રામા ‘કાલી કુહી’ ડર, પ્રેમ, આશા અને જોશની સ્ટોરી છે. આ ફિલ્મ ૩૦ ઑક્ટોબરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શબાના આઝમી સાથે સંજિદા શેખ, સત્યદીપ મિશ્રા અને રિવા અરોરા પણ લીડ રોલમાં જોવા મળશે. ૧૦ વર્ષની એક નાનકડી છોકરીની આસપાસ આ સ્ટોરી વણાયેલી છે, જેમાં દેખાડવામાં આવે છે કે મુશ્કેલીમાં સપડાયેલા તેના પરિવારને તે કઈ રીતે બહાર કાઢે છે. આ ફિલ્મ વિશે શબાના આઝમીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘કાલી કુહી’ની સ્ટોરી ડર, પ્રેમ, આશા અને જોશની છે. આપણા પર જ્યારે બાધા આવે છે તો કેવી રીતે આપણને અજાણી જગ્યાઓ પરથી તાકાત મળે છે એને દર્શાવતી આ સ્ટોરી છે. લોકો એને નેટફ્લિક્સ પર જુએ એની આતુરતાથી રાહ જોઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK