Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Judgementall hai kya Box Office Collection Day 4: કરી આટલી કમાણી

Judgementall hai kya Box Office Collection Day 4: કરી આટલી કમાણી

30 July, 2019 01:08 PM IST | મુંબઈ

Judgementall hai kya Box Office Collection Day 4: કરી આટલી કમાણી

'જજમેન્ટલ હૈ ક્યા'

'જજમેન્ટલ હૈ ક્યા'


કંગના રનૌત અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'એ ઓપનિંગ વીકેન્ડમાં સારી કમાણી કરી છે. ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં 22.04 કરોડ રૂપિયાની કમાણી કરતા આગળ વધી રહી છે. દર્શકોને કંગના અને રાજકુમારની જોડી ઘણી પસંદ આવી રહી છે.

જજમેન્ટલ હૈ ક્યાએ બૉક્સ ઑફિસ પર સારી શરૂઆત કરી છે. વીકેન્ડ હોવાથી ફિલ્મને સારો રિસ્પોન્સ પણ મળ્યો. જો વાત કરીએ સોમવારની તો આ દિવસે લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી. કારણકે સોમવારે રજા નથી હોતી અને થિયેટર્સમાં ઓછા દર્શકો ફિલ્મ જોવા પહોંચ્યા છે. એના પહેલા વીકેન્ડમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો.



ફિલ્મે 5.4 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી. બાદ શનિવારે ફિલ્મે 8.02 કરોડ રૂપિયા અને રવિવારે 8.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે જોવાનું રહેશે કે વીક ડોઝમાં ફિલ્મને આગળ કેવો રિસ્પોન્સ મળે છે કારણકે આ સમયે બૉક્સ ઑફિસ પર ફિલ્મોની વચ્ચે ધમાસાણ ચાલી રહી છે.


પ્રકાશ કોવલમુડી દ્વારા નિર્દેશિત ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યામાં કંગના અને રાજકુમાર સિવાય અમાયરા દસ્તૂર, જિમ્મી શેરગિલ, સતીશ કૌશિક અમે અમૃતા પૂરીએ પાત્ર ભજવ્યા છે. જજમેન્ટલ હૈ ક્યા એક સસ્પેન્સ થ્રિલર છે, જેમાં બન્ને મુખ્ય પાત્ર એક હત્યા માટે શકના દાયરામાં આવી જાય છે.

આ પણ વાંચો : પહેલા મને ઓફર થઈ હતી ફિલ્મ Avatar, મે જ ફિલ્મને નામ આપ્યું: ગોવિંદા


જો ફિલ્મોની વચ્ચે કૉમ્પીટિશનની વાત કરીએ તો આ સમયે હ્રિતિક રોશનની સુપર 30 અને હૉલીવુડ ફિલ્મ ધ લાયન કિંગને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સુપર 30 બૉક્સ ઑફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, ત્યાં ધ લાયન કિંગે 100 કરોડ રૂપિયાની નજીક છે. કહેવાય છે કે જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 01:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK