જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં

Published: 12th February, 2021 11:10 IST | Agencies | Mumbai

આ ફિલ્મને ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે

જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં
જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં

ફિલ્મમેકર મોહિત સૂરિની ‘એક વિલન રિટર્ન્સ’ ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પાટણી અને તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને એકતા કપૂર અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’ની સીક્વલ છે. એ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ જોવા મળ્યાં હતાં. ‘એક વિલન રિટર્ન્સ’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉન એબ્રાહમ અને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘આ સ્ટોરીનો હીરો વિલન છે. ‘એક વિલન રિટર્ન્સ’ ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.’
બીજી તરફ આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશા પાટણી અને તારા સુતરિયાએ કૅપ્શન આપી હતી કે ‘તમને ફરિયાદની તક નહીં મળે. ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.’
આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહિત સૂરિએ કૅપ્શન આપી હતી કે ‘હીરોની સ્ટોરી તો સૌકોઈ જાણે છે, પરંતુ વિલનની? ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ ‘એક વિલન રિટર્ન્સ’ રિલીઝ થશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK