Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તામિલ બ્લૉકબસ્ટર વેદાલમની હિન્દી રીમેકમાં જોવા મળશે જૉન એબ્રાહમ?

તામિલ બ્લૉકબસ્ટર વેદાલમની હિન્દી રીમેકમાં જોવા મળશે જૉન એબ્રાહમ?

07 February, 2020 05:32 PM IST | Mumbai Desk

તામિલ બ્લૉકબસ્ટર વેદાલમની હિન્દી રીમેકમાં જોવા મળશે જૉન એબ્રાહમ?

તામિલ બ્લૉકબસ્ટર વેદાલમની હિન્દી રીમેકમાં જોવા મળશે જૉન એબ્રાહમ?


તામિલ બ્લૉકબસ્ટર ‘વેદાલમ’ની હિન્દી રીમેકમાં જૉન એબ્રાહમ જોવા મળે એવી શક્યતા છે. ૨૦૧૫માં આવેલી આ ફિલ્મ માટેના રાઇટ્સ ભૂષણ કુમારે ખરીદી લીધા છે. ‘વેદાલમ’માં તામિલ સ્ટાર અજિત જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે એક કૅબ-ડ્રાઇવર હોય છે અને છૂપી રીતે તેની માનેલી બહેનના પેરન્ટ્સના મર્ડરનો બદલો લે છે. રીમેકનાં હજી પ્રી-પ્રોડક્શન, સ્ક્રિપ્ટિંગ, ડાયલૉગ્સ અને લોકેશનની રેકી પર કામ ચાલી રહ્યું છે. આ રીમેકને રોહિત ધવન ડિરેક્ટ કરવાનો છે. આ અગાઉ રોહિત ધવન અને જૉન એબ્રાહમે ૨૦૧૧માં આવેલી ‘દેસી બૉય્ઝ’ અને ‘ઢિશૂમ’માં કામ કર્યું હતું. બીજી તરફ જૉન એબ્રાહમ અને ભૂષણ કુમારે ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’માં કામ કર્યું હતું. હવે તેઓ ‘મુંબઈ સાગા’, ‘સત્યમેવ જયતે 2’ અને ‘એક વિલન 2’માં પણ કામ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 05:32 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK